SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વનને વિષે મહાન દાવાગ્નિ. 151 ચંદનના રસના સેવનનું, પુષ્પની માળાઓનું અને સુંદર સ્ત્રીઓની સાથે વિહારનું સુખ મેળવવા લાગ્યા. પણ સુગંધિ, શીતળ અને સ્વાદિષ્ટ જળથી ભરેલી પરે તે મહંત પુરૂષની સંપત્તિની પેઠે સર્વ કેઈના ઉપયોગમાં આવવા લાગી. . - ' આવા ગ્રીષ્મ સમયને વિષે એકદા વનમાં વાંસના પરસ્પર સંઘઢથી, કુટુંબને વિષે જેમ કલહ તેમ મહાન દાવાગ્નિ પ્રકટ થયે. તે દાવના ધમ્ ધમ્ શબ્દથી, સિંહનાદથી જેમ હરિ કપે તેમ, વનના સમસ્ત પ્રાણીઓ કંપવા લાગ્યાં. માંડ માંડ ફાટે એવા વાંસ ધાણીની પેઠે ફાટવાથી એના ત્રટત ત્રટત શબ્દએ મોટા અવાજ કરી મૂક્યાથી એનું મન અનેક પ્રહાર વડે શાલવૃક્ષ ભાંગી જાય એમ ભાંગી ગયું. જાણે યમરાજા પિતાની ઇચ્છાથી પક્ષીઓને ભક્ષ કરવાને તૈયાર થઈ રહ્યો હાયની એમ ઉંચે પ્રસરતી જવાલાઓથી અગ્નિ સળગવા લાગ્યું. જાણે એક નવીન વિશ્વામિત્ર આવ્યા હેયની એમ એ અગ્નિએ ધુમાડાથી તારાઓને ઢાંકી દઈને લાલચેળ તણખાઓવડે આકાશને કેવળ મંગળમય બનાવી દીધું અને સમસ્ત લીલા અને સુકા તૃણ-વૃક્ષ-લતાદિને બાળવા લાગ્ય; કારણકે ખલપુરૂષ નિરન્તર સર્વકષ ( સર્વની કસોટી કરનાર ) હોય છે. જાણે યમને સહાયક હેયની એમ એ પગ વગરના, ઘણું પગવાળા, બે પગાં, ચોપગાં, સોને સંહાર કરવા લાગે. ધુમાડાથી ભરાઈ ગએલા આકાશને વિષે સૂર્ય તે એક ત્રાંબાના અરીસા જેવો અને એને તડકે કસુંબાના કીટા જેવો દેખાવા લાગ્યો. એ વખતે દાવને લીધે, તારા યૂથના પરિવાર સહિત તું તૃષાતુર થવાથી અસંતોષી જનની પિઠે સર્વ દિશામાં દોડવા લાગ્યું. એમાં નાની નાની ડાળીઓને નમાવી દેતાં, વૃક્ષના સમૂહને ભાંગી નાંખતે અને મહેટી મટી શાખાઓને મરડી નાખતા તું મહા કષ્ટ, બાલંતપસ્વી દુર્ગતિના હેતુભૂત રાજ્યને જેમ પ્રાપ્ત કરે તેમ, એક પંકથી ભરેલા સરવરને પામતે હ. ( શ્રી વીરપ્રભુ મેઘકુમારને કહે છે ) હે મુનિ, તે જોઈને તે જન્મથી જ દારિદ્રી એ માણસ જેમ અલપ પણ ધન પામીને સંતેષ પામે તેમ, મનને વિષે અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy