________________ એને પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન. 149 સાધઓની સંગાથે મેઘકુમાર પણ સમવસરણને વિષે ભગવંતને . વંદન કરીને યથાસ્થાને બેઠે. એટલે શ્રી જિનેશ્વરે તેને કહ્યું- હે મેઘકમાર, તારા ચિત્તને વિષે જે સંકલેશ થયે છે તે . આમ્રવૃક્ષમાંથી કંકુફળની ઉત્પત્તિ જેવું થયું છે. તારા જેવા વિવેકીના વ્રતને ત્યાગ કરવાના પરિણામ યુક્ત નથી; કારણકે ચંદ્રમા થકી * અગ્નિને વષોદ કદિ સંભવે નહિં. ઉત્તમ સાધુઓના ચરણના સંઘથી થયેલી વ્યથા કેણમાત્ર છે ? તે પૂર્વે હસ્તીના ભવને વિષે જે મહાવ્યથા સહન કરી હતી તેનું જ્યારે તને સ્મરણ થશે ત્યારે તે તું એથીએ અધિક સહન કરીશ. સાંભળ:-- ( એમ કહીને પ્રભુ એને એને પૂર્વભવ કહે છે ) આજ ભારતવર્ષને વિષે વૈતાઢ્ય પર્વતની સમીપની ભૂમિને વિષે ત્રીજા ભવ ઉપર તું એક શ્રેષ્ઠ હસ્તી હતી. એક સહસ હસ્તીને અધિપતિ હઈ રાજ્યના સાત અંગેને વિષે પ્રતિષ્ઠિત એ તું વનચરેએ આપેલા " સુમેરૂપ્રભ ? એવા નામને ધારણ કરતા હતા. ત્યાં તું વળી અરણ્ય-કુંજ-નદી-તળાવડી પ્રમુખને વિષે હાથણી અને બચ્ચાઓની સાથે નાના પ્રકારની કીડા કરતે હતે. એમ, રાણીઓની સાથે જેમ રાજાને તેમ હાથણીઓની સંગાથે તને રતિવિલાસ ભેગવતા કેટલાક દિવસ વ્યતીત થયા. એવામાં એકદા યમની જે દારૂણ ગ્રીષ્મસમય આવ્યું. જળ ઉંડા જવા લાગ્યા અને દાહ ઉદય પામવા લાગ્યો. એ વખતે એ ગ્રીષ્મઋતુની સાથે મિત્રીભાવ ધરાવતો તાપ પણ જાણે એને લીધે જ વૃદ્ધિ પામવા લાગે. વળી તાપની સાથે મન્મત્ત વાયુ પણ પ્રચંડપણે ફેંકવા લાગ્યા. એ પ્રચંડવાયુએ ઉરાડેલી ધૂળને લીધે દશે દિશાઓ ખલપુરૂષની વૃત્તિની પેઠે ધૂમ્ર થવા લાગી. વળી એ વખતે સૂર્યના અ પણ ધૂળથી નેત્રે ભરાઈ જવાને લીધે ત્વરિતપણે ચાલવાને અશક્ત હોવાથી જ જાણે એ કાળ ( ઉણ કાળ ) ના દિવસો વૃદ્ધિ પામવા લાગ્યા. અને તેથીજ કૃશતાને 1 સ્વામી–અમાત્ય-સુહતુ–કાશ-રાષ્ટ-દુર્ગ અને સૈન્ય-એ સાત રાજ્યના અને કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust