________________ વત્સલ માતાનો સંર્વવત પુત્ર. 143 થતું? તારે તરૂણ સૂર્યનાં જેવાં દેદીપ્યમાન રત્ન છે તથા હંસગર્ભ-ઈન્દ્રપુલક પ્રસૃતિ માણિક છે. હે પુત્ર, તું જેને વાસ્ત તપ કરવાની ઇચ્છા કરે છે તે સર્વ અહિં તારી સન્મુખ જ છે માટે યથેચ્છરીતે પૂર્ણ ભેગ ભેગવી લે; પછી યતિ સન્મુખ વ્રત ગ્રહણ કરજે. આ સાંભળીને, સંસારથી સશે ખિન્ન થયેલા મેઘકુમારે માતાને સમજાવ્યા. હે માતા, પરમ અર્થ [ મેક્ષ ] પ્રાપ્ત કરવાના પ્રયાસને વિષે આસક્ત એવા જનેને ક્ષણભંગુર અથેનું એ પ્રયજન છે? એવા તુચ્છ અર્થો ક્ષણમાં ચાર-અગ્નિ-દાયાદરાજા પ્રમુખને સ્વાધીન થાય છે. જે ઉપાર્જન કરવામાં દુર્બદ્ધિ લેકે મહા પાપ બાંધે છે, તેને ત્યાગ કયો વિના તેમનાં કર્મ નષ્ટ થતાં નથી અને તેથી તેમને સંસારમાં ભ્રમણજ કરવું પડે છે. જેમ સમુદ્ર ગમે એટલાં જળથી, અને અગ્નિ ગમે એટલા પણ કેટથી તૃપ્ત થતું નથી તેમ મુગ્ધબુદ્ધિ પુરૂષ પણ લક્ષમીથી કયારે ચે સંતેષ પામતો નથી. અથવા આ કમળપત્ર પર રહેલા જળબિન્દુની જેવા ચંચળ અને તુચ્છ જીવિતને વિષે પણ તૃણની પિઠે કયાં પ્રતિબંધ છે? એ અર્થ (દ્રવ્ય) કીર્તિ વિસ્તારનાર છે પણ દુર્ગતિને હેતુભૂત હોઈ વૃથા છે; કારણકે કાનને તોડી નાંખે એવા સુવર્ણ કરીને શું ? વળી શાન્તાત્મા પ્રાણીઓને વન વૃદ્ધાવસ્થા જેવું છે અને વ્યાકુળ ચિત્તવાળાને તે વૃદ્ધાવસ્થા પણ વન સમાન છે. આમ બુદ્ધિશાળી પુત્રના સત્વવંત ઉત્તરથી કંઈક પાછી પડીને ધારિણીમાતા પિતાના છેલ્લા ઉપાયપર આવી–અરે વ્હાલા કુમાર, એ તો સર્વ ખરું, પણ તું સુકોમળ છે અને ચારિત્ર દુષ્કર છે કારણકે તારે મેરૂ સમાન અતિ ગુરૂ કઠિન પંચમહાવ્રતો વહન કરવાના છે. તારે રાત્રીજનને ત્યાગ કરવું પડશે. મિત્ર-બંધુ-શરીરને વિષે મમત્વ મૂક પડશે; તે વિના છુટકે નથી. ઉદ્ગમશુદ્ધ, ઉત્પાદનાશુદ્ધ, ગ્રાસશુદ્ધ અને એષણાશુદ્ધ એવી ભિક્ષા ગ્રહણ કરીને નિભાવ કરવો પડશે; અને લેભમાત્ર ત્યજી દઈને પરિગ્રહ વિના રહેવું પડશે. ત્રણ ગુપ્તિ અને પંચસમિતિ ધારવી પડશે અને માસાદિ પ્રતિમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust