________________ શ્રાદ્ધધર્મ-એના અતિચાર. 137 હરિતાળ આદિને વિજ્ય એ સર્વને " વિષવાણિજ્ય " માં સમાવેશ થાય છે. યવક્ષ-ગેમ-તલ પ્રમુખને યંત્રને વિષે પીલવાંપીલાવવાં એ “યંત્રપીડન” કહેવાય છે. તથા શેભાને અર્થે નાસિકા વિંધવી–મુશ્કને કાપવું–ગલકંબલ તથા કર્ણને વિષે છેદ પાડવા એ સર્વ “નિલાંછન ક્રિયા " કહેવાય છે. નવા તૃણની વૃદ્ધિને અર્થે, ધર્મબુદ્ધિએ અથવા વ્યસનથી તૃણને અગ્નિદાન દેવું ( સળગાવી મુકવું) એ “દાવાગ્નિ દાને " કહેવાય છે. અરઘટ્ટ ( રેટ ) આદિ યંત્રેથી સરેવર નદી આદિનું જળ કાઢીને યવ-શાળ આદિને સિંચવા એ " સર શોષ” ( સરેવરનું શોષણ કરવું) કહેવાય છે. ક્રિીડાથે શ્વાન આદિ પાળવાં તથા દ્રવ્યોથે અશ્વ-સાંઢણું–દાસિકા પ્રમુખનું પિષણ કરવું એ સર્વને “અસતીપોષણકર્મ ? ને વિષે - સમાવેશ થાય છે. આ સર્વ કાર્યોથી, વિવેકહીને નર કમ એકઠાં કરે છે તેથી એ " કમોદન " ને નામે ઓળખાય છે. વળી ચાર પ્રકારને " અનર્થદંડ " કહેવાય છે. એ ચાર પ્રકાર અપધ્યાન, કૃપાણદિનું દાન, પાપને ઉપદેશ અને પ્રમાદાચરણ એ પ્રમાણે છે. એ અનર્થ દંડની વિરતિને વિષે ( –ના વિરમણને વિષે) કંદર્પ, સંયુક્તાધિકરણતા, મુખરતા, કુંચિતપણું તથા ભેગનું અતિરિક્તપણું એ અતિચાર છે.' વળી સર્વ સાવદ્ય ગ ત્યજીને તથા રેન્દ્ર અને આધ્યાન દર કરીને અંતર્મુહૂતોદિ કાળ પર્યત સામ્ય ભાવ રાખવે એ “સામાયિક વ્રત' કહેવાય છે. મન વચન અથવા કાયાને સાવદ્ય વ્યાપાર-ઉપગ રહિતપણું અને છેલ્લો અનવસ્થાન એ એના “અતિચાર” છે. દિગ્વિતિ વ્રતને જ દિવસે દિવસે સંક્ષેપ કરતા જો એને “દેશાવકાશિક” કહે છે. પ્રેષણ, આનયન, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુદુગળોપએ એ વ્રતના પાંચ જાતિના અતિચાર છે. અષ્ટમી આદિ તિથિને વિષે અબ્રહ્મને ત્યાગ, ભોજનને ત્યાગ, વ્યાપારને ત્યાગ અને દેહને અસત્કાર–એમ ચાર પ્રકારે પિષધવ્રત કહ્યું છે. એને વિષે, અવલોક્યા વિના કે પ્રમજ્યા વિના આદાન, ઉત્સર્ગ કે સંસ્તાર કરે { Úડેલ પરડવવું કે સંથારે કર ), સ્મૃતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust