________________ : ઘેર ઘેર માટીના ચલા. " 133 એક જ વાર કાષ્ટપાત્રને વિષે લાવીને એને રંકની પેઠે આપે છે. સૂતાઅતીસાર-કંડક્ષય-કુષ્ટ-જવર આદિ વ્યાધિઓ, જીવડાંએ કાષ્ટને કરે છે તેમ તેના શરીરને નિઃસાર કરી નાખે છે.. (શ્રી વીરસ્વામી શ્રેણિક રાજા પ્રમુખ સમક્ષ દેશના આપે છે તેમાં ઉપર પ્રમાણે કહીને હવે કહે છે કે, એ પ્રમાણે અમે મનુષ્યભવનાં દુઃખ લેશમાત્ર બતાવ્યાં છે; અથવા તે તલ થકી શ્યામ મરી કેટલાંક ભિન્ન કરી શકાય ? વળી કાચને વિષે જેમ લેશમાત્ર મણિને ગુણ નથી તેમ અહીં આપણે ધારીએ છીએ તેવું, સ્વર્ગને વિષે પણ ખરેખરૂં સુખ નથી. કારણકે ત્યાં એ અલ્પ વિભૂતિવાળા દેવે અન્ય દેવેની સમૃદ્ધિ જોઈને શાચ કરે છે અને એમની લક્ષ્મીને નાશ કરવાને વાસ્તે દુજનની પેઠે યત્ન કરે છે. વળી વૈદેહી સીતાને રાવણ હરી ગયા હતા તેમ એઓ પણ પારકાની સ્ત્રીને વિષે મહાન્ય બનીને તેનું હરણ કરી જાય છે. વળી શક્તિવાળા હોય છે એઓ એવા હરણ કરનારા દેને પ્રહારથી જર્જરિત કરે છે અને એમ એમનું સુરપાણું જાણે છોડાવીને એમને અંત્ય દશા પ્રતિ પહોચાડે છે. અહિં જેમ એક રાજા એક કુટુમ્બીને તેનું કંઈક દૂષણ કાઢીને તેનું સર્વસ્વ લઈ લે છે તેમ ત્યાં પણ બળવાન દેવતાઓ કરે છે. તે વખતે ત્યાં પણ એ હરણ કરનારા શક્તિવાળાની પાસે કનિષ્ટ પદવીના દેવેને તેના ચરણમાં પડી દીનમુખ કરી કરૂણ સ્વરે કહેવું પડે છે કે-હે સ્વામિન, આ દાસ પર કૃપા કરે; અમે આવો અપરાધ પુનઃ નહિં કરીએ; માટે ક્ષમા કરે; કારણકે મહંત પુરૂષોને કપ સામાવાળાના નમન ( નમી જવા ) સુધી જ હોય છે. વળી એઓ પણ માળાની સ્લાનિ-નિદ્રા–અંગભંગ-ઉદાસીનતા-કલ્પ વૃક્ષને કંપ–કોપ અને કામની અધિકતા-અને-લજ્જા તથા લક્ષ્મીને નાશ એ આદિ અવનના ચિહે જુએ છે ત્યારે રણક્ષેત્રને વિષે કાયર પુરૂષનાં હદયની જેમ એમનાં હૃદય પણ તદ્દન ભિન્ન થઈ જાય છે. તેઓ પૃથ્વી, જળ કે વૃક્ષ-એમાંની કઈ યોનિને વિષે પિતાની ઉત્પત્તિ થશે એમ જાણીને પિકાર કરી મૂકે છે. “હા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust