________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, થતા જાય છે; વળી કેટલાક એગ્ય સ્થાનને પામેલા છતાં અવિચારી હેઈને ફળ પ્રાપ્ત કર્યા વિના જ પતંગીઆની પેટ વિનાશ પામે છે. કહ્યું છે કે, વાણિજ્ય-નૃપતિની સેવા-કૃષિ-અસ્થાનુિં પિષણ-સમુદ્ર પર્યટણ-રેહણાચળની ભૂમિનું ખેદવું-નિરન્તર ધાતુઓને ફેંકવી–રસ્કૃપિકાને પ્રયોગ-મંત્રતંત્ર-નિમિત્તાદેશ-સમૃદ્ધિ વાન જનેને સહવાસ-શસ્ત્રશાસ્ત્રને વિષે કુશળતા-વિચિત્ર એવું ચિત્રજ્ઞાન તથા વ્યાધિની ચિકિત્સા પ્રમુખ વ્યાપાર પુણ્યહીન વ્યાપારીને ફળદાયી થતાં નથી, કારણકે કંકેલિ વૃક્ષને કદાપિ પણ પુષ્પ આવે નહીં. વળી કેટલાક અત્યંત સુધાના દુઃખથી પીડાતા ઘરના ચારે ખુણામાં ક્રોધી સ્ત્રીના કોધથી નિર્વેદ પામતા છતા મુખ લઈને દૂર દેશાન્તરે જતા રહે છે અને ત્યાં મૃત્યુ પામે છે અથવા તે દુઃખી જનને કંઈ દુકર નથી. હવે વૃદ્ધાવસ્થાને વિષે તે પ્રાણીને પ્રાયઃ અત્યંત દુઃખ હેાય છે; કારણકે કુષ્ટિના શરીરને વિષે તે મક્ષિકા વિશેષ કરીને જાળ બાંધે છે. બુદ્ધિની સાથે શરીર પણ સકેચ પામે છે, અને ગતિની સંગાથે ચક્ષુએ પણ નિરન્તર ગળતાં જાય છે. દાંત પણ " આ કશેએ આપણે શ્વેતગુણ લઈ લીધે " એમ કહીને જાણે રીસાઈ જતા હોયની એમ લજજાને આગળ કરીને જતા રહે છે. વૃદ્ધ માણસ “પવનને વિષે લેશમાત્ર મદ કર નહિં ?" એમ જણે બેધ આપતે હેયની એમ જાણે ઉપર પડ્યો પડ્યો મેં ખેં કર્યા કરે છે. વળી જે એ હિતબુદ્ધિથી પુત્રને શિખામણ આપવા જાય છે તે તેઓ કહે છે કે વૃદ્ધ થયા પણ હજુ મિન ધારણ કરતા નથી; તમે શ્વાનની પેઠે ભસી ભસીને નિત્ય અમારા કાન કરડી ખાધા, હવે તે અમે તમારા જેવા પિતાથી લેકેને વિષે લાજી મરીએ છીએ. પુત્રવધુઓ પણ સર્વે, જે શ્વસૂરની કૃપાથી ઉત્તમ સુવર્ણના આભૂષણે પામી હેય છે એ શ્વસૂરની એવી અવરથા જોઈ જોઈને, લાજ કાઢવી. તે કેરે મૂકીને, ઉલટી તિરસ્કાર સહિત નાક મરડીને મુખ થકી થુંકે છે. સ્ત્રી પણ એને વાતે તુચ્છ જેવું ભેજન બનાવીને P.P. Ac. Gunratnasuri M.S.