________________ 128 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભુવનને વિષે આપની આવી અભૂત લક્ષમીને જોઈને હર્ષ પામી. મન્દ મન્દ વાયુને લીધે હાલતી શાખારૂપી હસ્તથી જાણે નૃત્ય કરી રહ્યું હોયની એમ જણાય છે ! * મગધેશ્વર શ્રેણિકમહારાજે આ પ્રમાણે સકળભુવનને પૂજ્ય. એવા જિનભગવાનની સ્તવના કરી. પછી તેણે સર્વ મુનિઓને પણ હર્ષ સહિત વંદન કર્યું; કારણ કે મુમુક્ષુજનને સર્વ સંયમી પૂજ્ય હેય છે. ત્યારપછી એ, વૈમાનિક દેવતાઓ બેઠા હતા તેમની પાછળ, પિતાના સમગ્ર પરીવાર સહિત બેઠે; કારણ કે અધિથી પણ અધિક હોય છે. વળી અભયકુમાર આદિ કુમારો પણ જિનેશ્વરભગવાનને વંદન કરીને ભૂપતિની પાછળ બેડા; કારણ કે સુપુત્ર હમેશાં પિતાને અનુસરનારા હોય છે. સામંતે, સચિવવર્ગ, શ્રેષ્ટિજન અને સાર્થવાહ પ્રમુખ લકે પણ યથાસ્થાને બેઠા; કારણ કે નીતિ બલવત્તર છે. હવે ત્રણજગતના ગુરૂ એવા શ્રી મહાવીરભગવાને સર્વ કેઈની ભાષાને અનુસરતી અને જન પર્યન્ત પ્રસરતી વાણીવડે ધર્મદેશના આપવા માંડી - - આ ચગતિ સંસાર દુઃખથીજ પૂર્ણ છે. અમાવાસ્યાની રાત્રીના ચંદ્રમામાં જેમ લેશ પણ પ્રભા હોતી નથી તેમ એ સંસારમાં પણ સુખ લેશ માત્ર નથી. જુઓ કે, દારિક શરીરને વિષે વાત-પિત્ત અને કફ હોય છે તેવી રીતે નરકને વિષે પ્રથમ તે ત્રણ પ્રકારની વેદના છે. સાતે નરકને વિષે સહજ એટલે ક્ષેત્રવેદના છે. અને અન્ય કૃત વેદના છઠ્ઠી નરક સુધી છે અને પરમધામિકકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પહેલી ત્રણ નરક પૃથ્વીને વિષે ઉષ્ણ નરકાવાસ છે; ચેથીમાં કેટલાએક ઉષ્ણુ અને કેટલાએક શીત છે; અને છેલ્લી ત્રણમાં અતિશીતળ નરકાવાસ છે. જે કઈ મેરૂ પર્વતપ્રમાણ હિમને પિંડ ઉષ્ણ નરકની પૃથ્વીને વિષે ડું કે તે તે પિંડ ત્યાં પડતાની સાથેજ ઓગળી જાય. વળી કેઈ જે એટલાજ પ્રમાણને અગ્નિથી તપાવેલ લોહને પિંડ શીતળ નરકની પૃથ્વીને વિષે ફેકે તો તે એ પડંતાંની સાથે જ અતિ શીતળ થઈ જાય છે. એટલું જ નહિં Jun Gun Aaradhak Trus