________________ 127 શ્રી વીરગવાન નું સમવસરણ. આદિથી મિશ્ર એ ધૂપ કર્યો. એ પ્રમાણે જેજે કરવાનું હતું તે સર્વ વ્યક્તર દેવોએ કર્યું; કારણકે એમને અન્ય ગમે તે નિગ કરવો પડે છે તે આ સુખકારક નિગ) તે તેઓ કરેજ એમાં તે કહેવાનું જ શું? પછી દેવતાઓથી સંચાર કરાતા કમળપુષ્પો પર ચરણન્યાસ કરતા શ્રી વીરપ્રભુએ પૂર્વદ્વારેથી સમવરણવષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને એમણે બત્રીશધનુષ્ય પ્રમાણ ઉંચા એવા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; કારણકે મહંત પુરૂષો નિત્ય સ્થિતિ | ચાલતા આવતા રિવાજ નું અનુસરણ કરનારા હોય છે. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને પ્રભુ સિંહાસન પર વિરાજમાન થયા; અને નમકતા (તીર્થને-ચતુવિધ સંઘને નમસ્કાર થાઓ ) એમ બેલ્યા; કારણકે જિનેશ્વર ભગવંતને પણ શ્રીસંઘ પૂજ્ય છે. પછી દેવતાઓએ શેષ દિશાઓને વિષે પ્રભુના પ્રભાવથી બિંબ રચાં–તે પ્રભુની જેવાં દેખાવા લાગ્યાં કારણકે દેવતાઓ એ પ્રકારના કાર્યને વિષે સમર્થ હોતા નથી. કારણકે [ દષ્ટાન્ત તરીકે ] સર્વે પણ દેવતાઓ એક અંગુષપ્રમાણ રૂપ કરે તો પણ તે જિનેશ્વરના અંગુષની પાસે એક ખાલી અંગારાની પેઠે જણાતું જ નથી. વળી પ્રભુના દેહના અનિબંધપણે પ્રસરતા તેજને લોકો સહુન કરી શકશે નહીં એમ ધારીને જ જાહેયની તેમ, તેમના [પ્રભુના] પૃષ્ટ ભાગને વિષે તેમણે, દ્વારની પાછળ આગળીઆની જેમ નિત્ય-સેવાને અર્થે ભામંડળની સ્થાપના કરી. પછી એ દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો તે જેમ માટે માટે થતો ગમે તેમ તેમ મહારાજા શેકસહિત પિતાનું શીવ કુટવા લાગે હવે દેવદુંદુભિનો નાદ થયે એટલે સર્વ કે ભગવાનના સમવસરણને વિષે આવવા લાગ્યા. સાધુઓ-વૈમાનિક દેવીઓ-અને સાધ્વીઓ સર્વે પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી પ્રભુની પ્રદક્ષિણા કરી તથા તેમને નમન કરીને અગ્નિકોણમાં બેડા. જ્યોતિષી, ભવનપતિ તથા વ્યંતર દેવતાઓની અંગનાઓ દક્ષિણદ્વારે પ્રવેશ કરીને નેત્રત્યકાણને વિષે બેઠી, ભવનપતિના દેવતાઓ તથા વ્યન્તર દેવે તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust