________________ મેઘકુમારને જન્મ-દાસીઓને હર્ષાવેશ. 113 દેડી.. એમાં એક શરીરે બહુ માંસલ હતી તેને પીડા થઈ; કારણકે ચાલવાની શક્તિ ન હોવાથી એ ભૂમિપર માંડમાંડ પગલાં મૂકતી હતી. વળી એક બીજી પણ ચાલવાને અસમર્થ હોવાથી પિતાના અતિપુષ્ટ નિતંબ અને ઉર સ્થળને નિન્દવા લાગી. પણ તેજ કારણને લીધે એક ત્રીજી સુકુમાર શરીરવાળી દાસી દેડતી ગઈ. વળી એક અસ્પષ્ટ લેનવાળી અને ચાલવાને અશક્ત એવી અતિવૃદ્ધ દાસી તો પોતાની વૃદ્ધાવસ્થા ઉપર બહુ કપાયમાન થઈ. પણ એવી ત્વરિત ગતિના મહા વેગને લીધે હાલતાં છે પાધર જેનાં એવી એક પ્રિયંવદા નામની દાસી નિતમ્બની ખલનાને પણ નહિં ગણકારીને, શ્વાસ ખાતી, પણ હદયને વિષે હર્ષ પામતી, આડેઅવળે માર્ગે જતી અને પિતાની અનેક સખીઓને આનન્દ પમાડતી, સમુદ્રની પાસે નદી પહોંચે તેમ, મગધેશ્વર શ્રેણિક રાજાની પાસે સર્વ કરતાં ક્ષણવાર વહેલી પહોંચી. પુષ્કળ શ્વાસથી હાંફતી હતી છતાં પણ દાન મળવાની આશાએ બોલી–હે પ્રભુ, મારી વધામણું છે, આપને જય થયે છે, વિશેષ પ્રકારે જય થયો છેઃ ધારિણી દેવીને, રૂપમાં કામદેવને પણ પરાજય કરે એ અને અમારા મને રથને પૂર્ણ કરનારા પુત્ર પ્રસ છે. એ સાંભળી હર્ષ પામી, રાજાએ “મારાં અંગે પાંગ તો સવે હર્ષના માંચરૂપી આભૂષણથી ભૂષિત થયાં છે તો હવે આ અજાગળસ્તન જેવાં આભરણે મારે શા કામનાં છે?” એમ વિચારીને જ જાણે પિતાના દેહ ઉપરથી ( મુકુટ શિવાય ) સર્વ અલંકારે ઉતારીને એ વધામણી લાવનાર પ્રિયવંદા દાસીને આપી દીધાં; અને, ઘણુ અપરાધી એવા પણ શ્રીમંતને કેદખાનાથી મુક્ત કરવામાં આવે છે તેમ, એને દાસીપણાથી મુક્ત કરી. અન્ય દર્સીઓને પણ રાજાએ યથાયોગ્ય દાન દીધું, કારણકે આશા કરીને આવેલાઓની આશા મહાન પુરૂષ પૂર્ણ કરે જ છે. તેજ વખતે નરપતિ શ્રેણિક મહારાજે વળી સકળ નગરને વિષે ચિત્તને ચમત્કાર પમાડે એવો સુત-જન્મ મહોત્સવ કરાવ્યો:-કમળ કંઠવાળી અને રૂપવતી વારાંગનાઓના નૃત્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust