________________ અભયકુમારને મિત્ર–દેવતા. 109 દેવને ઉદ્દેશીને ધમયાન કર્યું–પિષધશાલાને વિષે જઈ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી દર્ભની શય્યાને વિષે રહી ઉપવાસ કર્યો, કારણકે દેવતાનું આકર્ષણ જેવી તેવી રીતે થતું નથી. એ પ્રકારના એના ધર્મધ્યાનથી ત્રીજે દિવસે એ દેવ સ્વર્ગથકી આવીને પ્રત્યક્ષ થયે; કારણકે આકર્ષણમંત્રથી તે સ્વર્ગની અપ્સરાઓ પણ આકર્ષાઈ આવે છે. એ દેવતાના મુકુટના રત્નોના કિરણજાળથી આકાશને વિષે ઈંદ્રધનુષ્ય રચાયા હતા. એના ચલાયમાન કુંડળો એના ગાલપર સ્પર્શ કરતા લટકતા હતા. એના કંઠને વિષે તાજા પુષ્પોની અત્યંત સુગંધમય માળા રહી ગઈ હતી. એની ભુજાઓને વિષે ઉદ્ઘસતી કાન્તિવાળા કેયૂર શેભી રહ્યાં હતાં. એના દેદીપ્યમાન પ્રકેષ્ટ (પિચા ) ને વિષે શ્રેષ્ઠ આભરણો ચળકાટ મારતાં હતાં. ( વસ્ત્રની ઉપર ) કંઠથી જાનુપર્યન્ત હાર લટકી રહ્યો હતો. ચરણને વિષે મણિજડિત સુવર્ણનાં વલયે દીપી રહ્યાં હતાં અને હાથની આંગળીઓને વિષે પણ અનેક મણિમુદ્રિકાઓ બહાર આપતી હતી. વળી એણે અતિ મૃદુ અને દિવ્ય દેવદુષ્ય વચ્ચે ધારણ કર્યા હતાં, અને પિતાના દેહની કાન્તિના સમૂહથી બાર બાર સૂર્યોના ઉદ્યોત પર વિજય મેળવ્યું હતો. એના ચરણ ભૂમિતળથી ચારઆંગળપ્રમાણ ઊંચા રહેતા હતા અને એનાં બને નેત્રકમળ નિમેષ-ઉમેષથી રહિત હતાં., એ દેવ અભયકુમારની પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યું–હે પવિત્ર કુમાર, તેં શામાટે મારું સ્મરણ કર્યું છે? દુષ્કર એવું પણ તારું શું કાર્ય કરૂં તે કહે. એ સાંભળી અભયકુમારે તેને કહ્યું- હે દેવ, મારાં માતુશ્રીને આજ અકાળે મેઘની વૃષ્ટિ અનુભવવાને દેહદ ઉત્પન્ન થયેલા છે. માટે મારા પર સ્નેહ ધરાવતા હે તે તમે એ પૂર્ણ કરે; કારણકે બુદ્ધિમાન એવા પણ મનુષ્યમાં વરસાદ વરસાવવાની શક્તિ હોતી નથી. અથવા તો તમારાં દર્શન થયાં ત્યારથી જ એ પૂર્ણ થયેલ છે. કારણકે જેને રત્નાકર (રત્નની ખાણ સાગર) ની જેવા મિત્ર હોય તેને નિરાશ થવાનું હેય નહિં. એ સાંભળીને દેવતા " તથાસ્તુ ? એમ કહીને તિરોધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust