________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કહેવા લાગી- તિરૂમ જેમ દેવતાઓના સ્વામી ઇદ્રને વરી હતી. તેમ હું પણ આ સિભાગ્યવંત, રૂપવાન અને લાવણ્યના સાગર એવા મહીપતિને વરીને મારો જન્મ સફળ કરીશ. તોપણ જે દેવગે હું એમને કર ગ્રહણ કરવાને ભાગ્યશાળી નહિ નીવડું, તે હું ભેગ સવે ભગિની ભેગની જેમ દૂર કરીશ.૧ માટે જે તને મારા ઉપર સ્વામિભાવનું મમત્વ હોય તે તું તેને ઉપાય ચિંતવ. અથવા તે એ વણિકશ્રેણી પિતે જ એને ખરે ઉપાય જાણતો હશે અને કરશે; કારણકે આપણી સાથે એને સંબંધ ઉદય પામતે છે; અને ઉદય પામતે સૂર્ય પણ પ્રકાશ આપે જ છે. આ પરથી દાસી વણિકશ્રેણીના વેષમાં રહેલા અભયકુમાર પાસે ગઈ અને તેને કહેવા લાગી–જેમ રુકિમણીને વિષ્ણુ ઉપર રાગ બંધાયો હતો તેમ મારી બાઈને આપના રાજા તરફ રાગ બંધાય છે અને તેની પત્ની થવાને ઈચ્છે છે. માટે આપ અમારૂં એટલું કાર્ય કરે; અને એ મારી બાઈ પણ એ રાજાને પતિ તરીકે મેળવીને આનંદ પામે. એટલે અભયકુમારે કહ્યું—એ તારું કહેવું એગ્ય છે; કારણકે મુક્તા (મેતી) તે સુવર્ણન કુંડળને વિષેજ (જડાયેલું) શેભે છે. પણ અહિં આપણે દઢ પ્રતિજ્ઞા કરવી જોઇશે; કે જેથી આપણું કાર્ય કુશળતાથી પરિપૂર્ણ થાય; જે આદરીને ત્યજી દઈએ તે નિશ્ચયે આત્મહાનિ થાય અને વળી સર્વ કે ઉપહાસ કરે. હું એક ઉત્તમ સુરંગ ખોદાવીશ, અને તે માર્ગે નૃપતિને પ્રવેશ કરાવીશ; અને તારી સ્વામિની એમને રથમાં બેઠેલા જોઈને, પદ્મિની સૂર્યને જોઈને વિકાસ પામે તેમ, વિકાસ પામશે. તે તેમને જેશે કે તરત, ચિત્રને અનુસાર, પહેલે જ ક્ષણે ઓળખી કાઢશે; એટલે પછી તેણે, મયૂરી દેવતાઓના મહેલના શિખરપર ચઢી જાય તેમ, શીધ્રપણે રથને વિષે બેસી જવું. એમ કહીને અભયકુમારે તે દાસીને સંકેત આપે કે-યુદય એવા અમારા રાજા પિતે અહીં અમુક દિવસે–અમુક પહોરે અને અમુક ક્ષણે આવશે. આ સર્વ વાત દાસી રાજકુમારીને નિવેદન કરી આવી જ 1 સર્વે ભોગપભોગ ભોસિપની ભગ–ણની જેમ દૂર રાખીશ. P.P. Ac. Gunratnasuri M.S.