________________ આપવીતી પગથિયાં આગળ એકાદ મડદું આવે અને મોટેથી રડારોળ શરૂ થાય. આમ કેટલાક દિવસ ચાલ્યું. છેવટે એ બધાથી પણ ટેવાઈ જવાયું અને તેથી ઊંઘમાં ખાસ ખલેલ પડતી બંધ થઈ! આ દિવસમાં ગંગાધરશાસ્ત્રી સહકુટુંબ બહારગામ ગયા હતા. પણ ધર્માધિકારી ઘેર જ હતા તેથી અભ્યાસમાં પણ ઝાઝી ખલેલ પહોંચી નહિ. ચોમાસું શરૂ થયા પહેલાં જ મરકી બંધ પડી. અમારો બધે વ્યવહાર સરળપણે ચાલુ થયો. પણ મારાં ધોતિયાં તદ્દન ફાટી ગયાં હતાં. હવે એકાદ મહિને પણ આ ધેતિયાં પર કાઢવો મુશ્કેલ થઈ પડ્યો. પણ નવો ધોતી લાવો ક્યાંથી ? દા. વાગળને એક કાગળ લખ્યો. ધોતિયાં લેવા માટે પાંચેક રૂપિયા તો મોકો જ એવી તેમાં વિનંતી કરી હતી. પણ દા. વાગળેએ પિતાના હમેશના રિવાજ મુજબ કાગળને જવાબ લખે નહિ. શ્રીયુત વિષ્ણુ નાયકને મારી ગરીબાઈ જણાવી ઓછામાં ઓછા પાંચ રૂપિયા મોકલવા વિનંતી કરી, પણ ફેગટ ! કાગળને જવાબ વાળવામાં તે ઘણેભાગે આળસ ન કરતા, પરંતુ મારા આ કાગળને જવાબ સરખે તેમણે ન મેકલ્યો. શ્રી. ભિકુ નાયકને કાગળ લખેલો કે નહિ તેનું આજે બરાબર સ્મરણ નથી, પણ લખ્યો હશે એમ લાગે છે. હવે કઈ તરફની મદદની આશા રહી નહિ. તેથી હવે પછી કોઈ પણ બાબતમાં જૂના મિત્ર ઉપર મદાર બાંધવી નહિ, ગમે તેટલાં સંકટ આવે, ચાહે તેવડી વિપત્તિઓ પડે, પણ જૂના મિત્રને તેની ખબર કહી મદદની યાચના કરવી નહિ અને અહીં ને અહીં જ પિતાની અક્કલ-હોશિયારીથી અને પ્રમાણિકપણુથી બધાં સંકટોમાંથી પાર ઊતરવું, એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust