________________ કાશીવાસ સગવડ બને એમ હોત તો કાશીમાં એક ક્ષણ પણ ઊભા ન રહેત. એક દિવસ મને જેસભેર તાવ ભરાયો. આ મરકીને જ તાવ એવી મને શંકા થઈ મેં નીલકંઠ ભટજીને મારી એરડીમાંથી તાબડતોબ નીકળી જવા કહ્યું. નીલકંઠ ભટજી બહુ બીકણ માણસ, પણ આ પ્રસંગે તેમણે ભારે હિમ્મત દેખાડી. તેમણે કહ્યું, “તમે મને ગમે તેટલે આગ્રહ કરશે તો પણ અત્યારે હું તમને છોડી જવાનો નથી. મરવું લખ્યું હશે તે આ જગ્યાએ બંને સાથે મરીશું.” પિતાનું બિછાનું સરખું તેમણે આર્થે ખસેડયું નહિ. વૈદ્યને ઘેર જઈ મારે માટે તેમણે દવા આણી અને તે દવાથી એક અઠવાડિયામાં મારી તબિયત સુધરવા લાગી. પણ પંદર વીસ દિવસ સુધી મારા શરીરમાં શક્તિ આવી નહિ. આ વખતે માધવાચાર્યનાં પત્નીએ મારી -ખૂબ સંભાળ લીધી. આ સાધ્વી સ્ત્રી સવારે વહેલી ઊઠી મારો પરહેજીનો ખોરાક તૈયાર કરી દેતી. દીકરાની કે ભાઈની જેટલી સંભાળ લે તેટલી મારી સંભાળ તેણે લીધી, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. બે અઠવાડિયામાં હું સાજો થઈ ગયો અને પહેલાંની માફક બાલાજીના છત્રમાં જમવા જવા લાગ્યો. આ બાજુ મરકીને સપાટ પૂરજોશમાં ચાલુ હતો. મડદાં ઊંચકવા માણસો ન મળવાથી ગાડામાં નાંખી લાવવાં પડતાં એમ મેં સાંભળ્યું છે. ઉનાળાના દિવસેમાં રાત્રે ઓરડીમાં સુવાય નહિ તેથી હું અગાશીમાં સૂતો. ત્યાંથી મણિકણિકાના ઘાટ પર હારબંધ સળગતી ચિતાઓ સામે જ દેખાતી. આંખ મળે ન મળે એટલામાં અમારા મઠની નીચેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 6