________________ 5 - કાશીવાસ મને કાશી આવ્યે બે ત્રણ મહિના નહિ થયા હોય તેટલામાં નીલકંઠ ભટ ગાયતડે નામના એક વિદ્યાર્થી કાશીમાં આવ્યા. કવળે મઠના આશ્રય હેઠળ તેમનું વેદાધ્યયન થયું હતું. પણ શાસ્ત્રાભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે કાશી આવ્યા. પહેલાં તો તે અહલ્યાબાઈના અછત્રમાં જમતા, પણ બ્રહ્મઘાટથી આ છત્ર ખૂબ આઘું પડતું હોવાથી તે પણ મારી સાથે બાલાજીના છત્રમાં આવવા લાગ્યા. અમને પાછલી પંગતે જમાડી છત્રના વ્યવસ્થાપક અમારું જાણી જોઈને અપમાન કરે છે, એ વાતની તેમને ખૂબ ચીડ ચડતી. ગ્વાલિયરના મહારાજાને અરજી કરી આ વ્યવસ્થાપકની ખો ભુલાવી દેવી જોઈએ, એમ તે વખતોવખત મને કહેતા. મને તે કહેતા કે, “તમારા જેટલું જે મને મરાઠી આવડતું હેત તો ક્યારની મેં આ લોકોની ખોડ ભુલાવી હોત. પણ તમને તે આનું કાંઈ જ લાગતું નથી! તમે મૂંગા મૂંગા આ બધું અપમાન વેઠી લો છો.” મેં કહ્યું : “ભાઈ, તમારી વાત બધી સાચી છે. તમારે તે બાલાજીનું છત્ર બંધ થાય તે અહલ્યાબાઈનું તૈયાર છે. પણ મારું શું થાય? ધારો કે મેં અરજી મોકલી અને ત્યાંથી અધિકારી ઉપર તપાસ સારુ અહીં પાછી આવી, તો સૌ પહેલાં તે આ અધિકારી આપણને જ પાણીચું આપે અને પાછળથી સારો રિપોર્ટ લખી મોકલે. બીજી બાજુએ સારસ્વતોની વતી હું લડ્યો એની કદર કરી સારસ્વતોમાંના શ્રીમંત લોકે મને મદદ કરવાને બદલે ઊલટા મૂર્ખમાં ગણે. અને આ બધાનું પરિણામ એ આવે કે મારે અભ્યાસ પડતો મૂકી કાશી છોડી ચાલતા થવું પડે! આટલા સારુ જ હું આ ભાંજગડમાં પડવા નથી માગતો. જ્યાં સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust