________________ કાશીવાસ તમારા અન્ન છત્રમાં મને જમવાનું મળે તો મારે અભ્યાસ સરખી રીતે ચાલી શકે,' એમ મેં તેમને કહ્યું. તે બોલ્યાં તમારું નામ શું ?" મેં મારું નામ જણાવ્યું. એટલે તે ફરી બેલા, “અરે, આજ દસ બાર દિવસ થયાં તમારી જ વાટ જોઉં છું. ગ્વાલિયરથી તમારા વિષે મારા ઉપર લખાઈને આવ્યું છે. પણ તમારા ઠેકાણાની મને ખબર ન હોવાથી હું તમને કયાં શેધું? સારું થયું જે આવ્યા. હવે તમે કાલે બપોરે છત્રમાં આવજે, ત્યાંના વ્યવસ્થાપકને તમારે માટે કહી મૂકીશ. માત્ર તમે શેણવી છો એટલે તમારે પાછલી પંગતમાં બેસવું પડશે. આ બાબતમાં હું લાચાર છું. શેણવી વગેરે જાતના લોકોને પાછલી પંગતે બેસાડવાનો અમારે ત્યાં શિરસ્તો છે.” બીજે દિવસે આ અધિકારીએ મારી બધી વ્યવસ્થા કરી દીધી. ત્યારથી બાલાજીના છત્રમાં બીજી વારની પંગતમાં મને જમવાનું મળવા લાગ્યું. પણ ગ્વાલિયરથી કાગળ મોકલનાર કોણ હશે તેની અટકળ હું કરી શક્યો નહિ. છેવટે શ્રીયુત માલપના એક કાગળ ઉપરથી બધી ખબર પડી. શ્રી. માલપ હાલ ગ્વાલિયરના મહારાજાના સાળા સરદાર શિતળેને ત્યાં રહેતા હતા. તેમણે મારી મુશ્કેલી જાણીને સરદાર શિતળેના કારભારી મારફત એક ચિઠ્ઠી ઉપર કહેલા છત્રના અધિકારી ઉપર મોકલી હતી અને તેને જ પરિણમે છત્રાધિકારીએ મારું આવડું સન્માન કર્યું. સરદાર શિતળેને કારભારી એટલે કાંઈ બહુ મોટું માણસ તો નહિ જ. તેનો પગાર મહિને માત્ર * ત્રીસ કે ચાળીસ રૂપિયા હતા. પણ છત્રાધિકારીની દૃષ્ટિએ એમની પદવી બહુ ભારે હતી. અસ્તુ. આમ અંતે જમવાની વ્યવસ્થા થઈ ગઈ તેથી મને એક રીતે નિરાંત વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust