________________ આપવીતી સંભાળજે હો, ચિદંબર પાક ગઠિયો છે, તે તારે સરસામાન સિકકે ચોરી જશે.” પણ ગોવિંદરાવના મરણ પછી ચિદંબરે એક લાંબી યાદી તૈયાર કરીને તેમની પાસે સે બસે રૂપિયા લેણા કાઢયા! અને બીજા એક પશુપતિશાસ્ત્રી કરીને ત્યાં હતા તેમની મારફત તેમના પૌત્ર ઉપર આ નાણાંને તગાદ માંડ્યો. હું ઇસ્પિતાલમાંથી પાછો આવ્યો તેને બીજે જ દિવસે ચિદંબર તરફથી પશુપતિશાસ્ત્રી ફરી વેળા આ સંબંધી વાત કરી રહ્યા હતા. ગોવિંદરાવના પૌત્રે મને બધી હકીકત સમજાવી. આ ઉપરથી મેં ચિદંબરને કહ્યું : “કેમ ભાઈ ગોવિંદરાવ પાસે તમારી આવડી રકમ લેણી કાઢે છે પણ તેમના જીવતાં તો કોઈ દિવસ તેમને મેઢે તમને આ વાત કરતાં મેં સાંભળ્યા નથી. એટલું જ નહિ, પણ તમે તેમને કોઈ વાર કાઈ દિવસ મળવાનો પણ પ્રયત્ન કર્યો નથી.' ચિદંબર મનમાં ને મનમાં ચમક્યો, અને “ત્યારે અમે ખેટી યાદી બનાવી આણ એમ? હું એમ? હે ?' એમ બડબડતો બડબડતો પોતાનું દફતર વીંટી ચાલતો થયો. ફરી કોઈ વાર તેણે ગોવિન્દરાવના પૌત્ર પાસે આ વાત કાઢી નહિ. માત્ર મારા ઉપર તે બળી ઊઠ્યો. ગોવિંદરાવની બધી ઉત્તરક્રિયા પૂરી કરી તેમના પૌત્ર (શ્રીયુત મેરેશ્વર વામન પાલેકર) અને પરાડકર પાછા પિતાને ગામ રવાના થયા. આ તરફ મારી જમવાની સગવડ હજુ ક્યાંયે થઈ નહિ. દા. વાગળના કાગળની વાટ જોયાં કરવામાં હવે કાંઈ સાર નથી એમ મારા મનની ખાતરી થઈ અંતે એક દિવસ હું બાલાજીના છત્રના અધિકારીને જઈ મળ્યો. સારસ્વત એટલે શેણવી છું. તે પણ વિદ્યાર્થી હેવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust