________________ 8 \ આપવીતી ઉપયોગી થશે. આ અભ્યાસના છેદમાં નાહકના ન પડો. મને એને અનુભવ છે, તેથી જ હું તમને સલાહ આપું છું. સાધારણ રીતે એકાદ શાસ્ત્રનું જ્ઞાન મેળવતાં કેટલાં વર્ષ લાગે એની પણ તમને ખબર છે કે ?" કેટલાંક લાગશે વારું?” ભલા ભાઈ! કેવળ એક શાસ્ત્રનો અભ્યાસ કરવાને પણ બાર વર્ષ જોઈએ, બાર વર્ષ! બાર વર્ષ તમે અહીં ગાળવા તૈયાર છે?” ભાઈસાહેબ! બાર વર્ષ એ તો કાંઈ બહુ ન કહેવાય. વીસ પચીસ વર્ષ ગાળવાં પડે તે પણ હરકત નહિ, પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન તો મેળવવું જ મેળવવું એવો મારે સંકલ્પ છે.” બાબાસાહેબનું આશ્ચર્ય બમણું વધ્યું. તેમણે કહ્યું, “શી વાત કરો છો ! વીસ વર્ષ ? અરે, વીસ વર્ષ વીત્યા પછી તમને તમારે અભ્યાસ શો ખપ આવશે?' ' હસતાં હસતાં કહ્યું, “જુઓ, તમે હિંદુ છે એટલે તમે પુનર્જન્મને તો માનતા જ હશે. કેમ? તમે પુનર્જન્મ માને છે કે નહિ?” વાહ, પુનર્જન્મ કેમ ન માનું? એમાં તે વળી શંકા હેાય? પણ અહીં તેને શું સંબંધ?” * “જે આટલી મહેનત કરવા માગું છું તે આ જન્મમાં , તેનું ફળ મળે એટલા સારુ નથી. આ મહેનતનું ફળ મને બીજા જન્મમાં મળશે. બીજા જન્મમાં શાસ્ત્રાભ્યાસ સરસ થઈ શકશે. કેમ તમને આમ નથી લાગતું?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust