________________ કાશીવાસ વિદ્યાભ્યાસની સગવડ તે તાબડતોબ થાય એમ હતું. કાશીમાં હરકેાઈ પંડિત પાસે જાઓ, તે કશું લીધા વગર તમને શીખવશે. પણ “થડને જ વળગવું’ એ વચન પ્રમાણે સુપ્રસિદ્ધ પંડિત વેદશાસ્ત્રસંપન્ન ગંગાધર શાસ્ત્રી કને જ અધ્યયન કરવાનો મેં નિશ્ચય કર્યો. ગોવિંદરાવને પણ આ વાત ગમી. એક દિવસ બપોરે હું ગંગાધર શાસ્ત્રીનું ઘર શોધવા નીકળે. ફરતાં ફરતાં તેમના ઘર આગળ પહોંચ્યા. જમખેડીના કોઈ ઉમરાવ કુટુંબના બાબાસાહેબ નામે જાણીતા એક ગૃહસ્થ કાશીમાં લગભગ એક તપ (દ્વાદશ વર્ષ) થયાં રહેતા હતા. તેઓ ગંગાધર શાસ્ત્રી પાસે શાસ્ત્રાધ્યયન કરતા. તે દિવસ મીમાંસાશાસ્ત્રનો પાઠ સાંભળીને શાસ્ત્રીજીને ઘેરથી પાધરા જ તેઓ પોતાને ઘેર જવા નીકળ્યા હતા. વાટમાં મારે એમની જોડે ભેટ થયો. “ગંગાધર શાસ્ત્રીનું ઘર આ તરફ આવ્યું?' એવો મેં તેમને પ્રશ્ન કર્યો. તેમણે જવાબ વાળ્ય. “તમારે તેમના ઘરનું શું પ્રયોજન?' મારે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવું છે.' તમારો કેટલે અભ્યાસ થયો છે?” મને “રઘુ'ના એક બે સગે આવડે છે, એથી વિશેષ કશું નથી આવડતું. હવે “કૌમુદી' શરૂ કરવી છે.' ' . આ સાંભળીને બાબાસાહેબ વિસ્મિત થઈ બોલ્યા, “આ ઉંમરે તમે શાસ્ત્ર ભણીને શું કરશો? મને લાગે છે કે તમારી ઉંમર લગભગ પચીસ વર્ષની હશે. આજ તમે “કૌમુદી' શરૂ કરશો! તે તમને કેદહાડે ખપ આવશે? એના કરતાં તમે રેલવેમાં કે બીજે કઈ ઠેકાણે નોકરી કરશે તો તમને વધારે P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust