________________ કરતાં સત્ય જાળવવા તરફ જ તેમનું ધ્યાન વધારે છે. આત્મગૌરવ સાધવા કરતાં આત્મપરિચય કરાવવાને જ તેઓ વધારે ઈંતેજાર દેખાય છે. ' તેમનું મરાઠી પુસ્તક વાંચી એક ભાઈએ મારી આગળ ટીકા કરી, “આ આખા નિવેદનમાં પોતે કેટલું ભણ્યા, શું શું ભણ્યા, તેમની વિદ્વતા કેમ વધતી ગઈ છે. વિષે ક્યાંય પણ ઉલ્લેખ છે ખરો ?" કહ્યું, “તે તો નથી જ, પણ તે ઉપરાંત તેમને અમેરિકા જઈને કામ કરવા માટે હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી બીજી વાર આમંત્રણ આવ્યું હતું, ત્યાંના વિદ્વાનોએ તેમની ભારે કદર કરી, વગેરે વાતો પણ તેમના નિવેદનમાં નથી. અમેરિકામાં લાંબો કાળ રહી ધન અને કીર્તિની કમાણી કરવા કરતાં સ્વદેશમાં જ રહી કામ કરવાનું તેમણે પસંદ કર્યું અને ફર્ગ્યુસન કોલેજમાં પોણોસો રૂપિયા પર રહી રાજવાડે અને બાપટ જેવા પાલિનિષ્ણાત અધ્યાપકે તૈયાર કરવામાં જ પોતાની વિદ્વત્તાનું અધિક સાર્થકય માન્યું, એ વાત પણ તેમના નિવેદનમાં નથી.” - તેમણે પોતાના નાનપણના વિચારો અને સિદ્ધાંતો આ ચોપડીમાં ટાંક્યા છે, પણ આજના વિચાર અને અભિપ્રાયો બિલકુલ દર્શાવ્યા જ નથી. સમાજશાસ્ત્રના તેઓ અઠંગ અભ્યાસી છે. બૌદ્ધધર્મને તેઓ ઉત્સાહી મિશનરી છે. સનાતન ધર્મમાં ઊછરેલા હોઈ તેના દોષો પ્રત્યે તેઓ પ્રસંગવશાત ખૂબ આકરા થઈ શકે છે. રાજદ્વારી ક્ષેત્રમાં પડયા નથી; છતાં ચુસ્ત અસહકારી જેવું વર્તન રાખવાને તેઓ બહુ તત્પર છે. રાષ્ટ્રનું સ્વમાન જાળવવા ખાતર તેઓ ગમે કષ્ટ વેઠવા તૈયાર છે. એ બધી વસ્તુઓ તેમણે સમાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust