________________ આપવીતી ઘેડ છોડ્યા પછી ઇન્દોર જનારા કેટલાક વિદ્યાર્થીઓને સાથે થયો. તેઓ મને ઇન્દર સુધી સાચવી લઈ ગયા. ઈન્દોરમાં તેઓ વીશીમાં ઊતર્યા હતા, ત્યાં જ હું પણ ઊતર્યો. મારી પાસેની બધી પૂછ એક બે દિવસમાં જ ખૂટી ગઈ હવે ભીખ માગવાને વખત પ્રત્યક્ષ આવી લાગે. પણ આવા પરાયા મુલકમાં ભીખ પણ કોણ આપે? એક બે ઠેકાણે ભીખ ભાગી પણ કંઈ વળ્યું નહિ. છેવટે વાગળે કરીને રાજના કોઈ મોટા અમલદાર અહીં રહેતા હતા તેમની પાસે ગયો. સવારનો વખત હતો. રૂ ભરેલી રજાઈની બંડી ચડાવીને સાહેબસવારી દીવાનખાનામાં હુક્કો ગગડાવતી બેઠી હતી. હાથના હુક્કાથી તે હું પરિચિત હતો, પણ આવો બાદશાહી હુક્કો જેવાની તક આજ સુધી મળી નહોતી. એની એ યાલી જેવડી ચલમ, જાજમ ઉપર પથરાયેલી સાપનાં ગૂંચળાં જેવી લાંબી નળી, એ રૂપે જડેલ ડો, વગેરે ઠાઠ જોઈને હું ચક્તિ થયો એમાં નવાઈ નહિ. પણ એની બનાવટની શોધમાં ઝાઝું ન રોકાતાં મેં રાવસાહેબ આગળ હાથ લંબાવ્યો. એક તો રાવસાહેબ હુકો પીવાના કામમાં રોકાયેલા હતા, તેમાં અધૂરામાં પૂરું એક કારકુન ઑફિસનું કંઈક કામ લઈને આવ્યા. ત્યાં પછી મારી સાથે વાત કરવાની તેમને કુરસદ જ ક્યાંથી હોય? તેમણે એક બીજા કારકુનને બૂમ મારી મનેં ચાર આનાના પૈસા આપવા ફરમાવ્યું. આ ચાર આના હોલ્કરશાહી હતા કે અંગ્રેજી તે મને અત્યારે યાદ નથી. રાવસાહેબે કશી પૂછપરછ ન કરતાં ચાર આના - ચૂકવી મને વિદાય કર્યો તેને મને એક રીતે આનંદ જ થ. કારણ ક્યાંથી આવે છે, ક્યાં જવું છે, પરણ્યા છે કે નહિ, વગેરે અણગમતા સવાલના જવાબ આપવામાંથી હું બચ્યો!' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust