________________ પૂનાથી ગ્વાલિયર જે દિવસ મેં પૂના છોડયું તે રાત અમાવાયાની હતી એ હું આગલા પ્રકરણમાં કહી ગયો. ઘેડ મનમાડ તરફ જતી ગાડી પકડવા સારુ હું રાતે બાર વાગ્યે પ્રાર્થનાસમાજમાંથી સ્ટેશને જવા નીકળ્યો. મારા અંતરમાં ચોમેર નિરાશાનો ગાઢ અંધકાર છવાયો હતો. પણ તે રાત્રે આકાશમાં વાદળાં ન હોવાને લીધે ચમકતા તારાઓની માફક તેમાં ક્યાંક ક્યાંક એકાદ આશાજનક વિચાર નહોતો ચમકતો એમ નહિ. આ હું ભયંકર સાહસ ખેડી રહ્યો છું એનું મને ભાન હતું. અને તેમાં સફળતા મળવી બહુ કઠણ છે એની પણ મને ખબર હતી. તે પણ દઢ નિશ્ચયપૂર્વક ઉદ્યમ કરવાથી આ જ જન્મમાં બુદ્ધધર્મનું થોડું ઘણું પણ જ્ઞાન મેળવી જ શકીશ એમ પણ લાગતું. ગમે તેમ , પણ મારું સાહસ કેવળ સ્વાર્થનું - ચારધાડપાડુઓના સાહસ જેવું- તો નથી જ એ વિચારે મારા મનને ખૂબ શાંતિ આપી. આ પ્રયત્નમાં સફળતા મળતાં મરણ આવે તેપણુ વાંધો નહિ, કારણ બની શકે તેમ હતું તે બધું હું કરી છૂટયો –મારું કર્તવ્ય મેં બનાવ્યું - એટલું. તે હું કહી જ શકીશ, અને તેથી ભરણુંટાણે મને એક પ્રકારની શાંતિ જ મળશે, એમ પણ મને લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ જ