________________ પૂનાની રહેણાક સમાજમાં ઉપાસનાને વખતે કરવામાં આવતા કેટલાક ઉપદેશ મને ખૂબ પસંદ પડતા. શ્રી કેશવરાવ ગોડબોલે નામના એક ગૃહસ્થ પ્રાર્થનાસમાજના મંત્રી હતા. હું પૂને આવ્યો તે પહેલાં તેમનું મરણ થયું. જાન્યુઆરી કે ફેબ્રુઆરી (૧૯૦૦)માં તેમની વરસી હતી. આ પ્રસંગે તેમને ઘેર ડૉ. ભાંડારકરે ઉપાસના ચલાવેલી. આ ઉપાસના વખતે હું પણ હાજર હતો. આ પ્રસંગે ડો. ભાંડારકરે તુકારામ બવાના બે અભંગ લઈ તે - ઉપર વ્યાખ્યાન કર્યું હતું. આ બે અભંગ અત્યંત વિકટ સંજોગો વચ્ચે પણ મને વિસામારૂપ થઈ પડ્યા. આ ઉપદેશ જે હું પૂનામાં સાંભળવા પામ્યા એ મારો પૂનાની રહેણાક દરમ્યાન સૌથી મોટો લાભ થયે એમ હું માનું છું. વ્યાખ્યાન અત્યારે મને યાદ નથી; પણ ઉપર કહેલા અભંગ તે નીચેના : "क्षणक्षणां हाचि करावा विचार / तरावया पार भवसिंधु // 1 // नाशिवंत देह जाणार सकळ / आयुष्य खातो काळ सावधान // 2 // संतसमागमीं धरूनि आवडी / करावी तांतडी परमार्थी // 3 // तुका म्हणे इहलोकींच्या वेव्हारें। नये डोळे धुरै भरूनि राहों // 4 // आपुलें स्वहित करावें मैं आधी / विचारूनि बुद्धि समाधान // 1 // नये मागें पाहों वाट फिरोनियां / दुसरा संगिया साहकारी // 2 // आपुलिया बळे घालावी हे कास / न येणेंचि आस आणिकांची // 3 // तुको म्हणे द्यावी ब्रह्मरसी बुडी / वासना ते कुडी सांडूनियां // 4 // 1. હે જીવ! ભવર્સિધુ પાર ઊતરવા સારુ ક્ષણેક્ષણ આ જ વિચારનું ચિંતન કર કે આ દેહ નાશવંત છે; આ બધું જવાનું છે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust