________________ આપવીતી ઘણી વાર સુધી આ સંવાદ ચાલે પણ તેનું કશું ખાસ પરિણામ ન આવ્યું. અમે એકબીજાના મનનું સમાધાન કરી શક્યા નહિ. હવે પૂનામાં પડી રહેવામાં કંઈ જ સાર નથી એ વિષે મારા મનને શંકા ન રહી. પણ “જવું ક્યાં?' એ પ્રશ્ન હતું જ. સિલેન જવું કે નેપાળ? સિલોનની ભાષા, રીતરિવાજ સર્વ કઈ વિચિત્ર હશે. વળી દક્ષિણ તરફની કાનડી વગેરે ભાષાઓને મને બિલકુલ પરિચય નહિ. આ સ્થિતિમાં સિલેન જવાની કલ્પના સરખી અશક્ય લાગી. નેપાળ જવું પણ કાંઈ ઓછું કપરું નહોતું. ઉત્તર હિન્દુસ્તાનની ભાષાઓ પણ મને નહોતી આવડતી. પણ મહેનત કર્યો તે આવડે એમ હતી. ઉપરાંત કાશી સુધી તે દક્ષિણીઓની વસ્તી પણ હોય, એટલે ત્યાં સુધી તે ભાષા સંબંધી ઝાઝી મુશ્કેલી નડે નહિ. આ ચારે બાજુને વિચાર કરી મેં ઉત્તર દિશા તરફ જવા સંકલ્પ કર્યો. ડો. ભાંડારકરની “કૌમુદી' તેમને પાછી સોંપી. તદ્દન જરૂરગાં કપડાં પાસે રાખી બાકીનાં પ્રાર્થનાસમાજના પટાવાળા બળવંતરાવ પવારને દઈ દીધાં. શ્રી. રેડકર પાસેથી બાર રૂપિયા ઉછીના લીધા; બળવંતરાવ પવાર મારફત બે કપડાં પીળાં રંગાવી આપ્યાં હતાં તે પરિધાન કરી અને શિખાસૂત્રને ત્યાગ કરી ગુરુવાર તા. ૧લી માર્ચ 1900, મિતિ માહ વદ અમાવાસ્યા, શકે ૧૮૨૧ને રોજ રાત્રે બાર વાગ્યા પછી ઊપડતી નથી મેં પૂના છેડયું. આ પૂનામાં મારા શિક્ષણની સગવડ ભલે ન થઈ પણ ત્યાં રહેવાથી મને પુષ્કળ ફાયદો થશે. હવે પછીનું દેશાટન કરવાની મારામાં હિંમત આવી. વળી ઘણા લોકોનો સહવાસ થયાથી મરાઠી બોલવા ચાલવાની રીત વિશેષ સમજાઈ પ્રાર્થના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust