________________ આપવીતી બુદ્ધ થવું છે.” મેં કહ્યું : “બુદ્ધ થવાની યોગ્યતા મારામાં ક્યાંથી? આપ સરખાના શિષ્યામાં મારી ગણના થવી પણ મુશ્કેલ છે. આ વાતચીત અમારા બંને વચ્ચે ભારે ગેરસમજનું કારણુ થઈ પડી. મને લાગ્યું કે બૌદ્ધધર્મને અભ્યાસમાં તેઓ મને ખૂબ મદદ કરશે. તેમને લાગ્યું કે હું તેમનો શિષ્ય એટલે પ્રાર્થનાસમાજને સભાસદ થવા તૈયાર હતો. પણ મારા કહેવાની મતલબ એવી નહોતી. મારું બોલવું તો સામાન્ય દૃષ્ટિનું હતું. બુદ્ધ અગર બુદ્ધના શિષ્ય થવું એ અત્યારની સ્થિતિમાં સંભવિત નથી, સંસ્કૃત ભાષાનું થોડુંઘણું જ્ઞાન મેળવી તેમના (ભાંડારકરના) શિષ્યમાં મારી ગણના થાય એવું બને તે પણ બસ છે, એવો મારા કહેવાને ઉદ્દેશ હતો. આમાં પ્રાર્થનાસમાજને કશો સંબંધ જ નહોતો. 'ગમે તેમ છે, પણ તેમની ગેરસમજ થઈ ખરી. તેમણે કહ્યું કેઃ “આટલા દિવસ તમે પ્રાર્થનાસમાજના સભાસદ થશે એમ મને લાગ્યાં જ કરતું. અત્યારે મદદ કરીને આગળ ઉપર પ્રાર્થનાસમાજના ધર્મોપદેશકનું તમને કામ આપવું એવી મારી ઈચ્છા હતી.” ' કહ્યું : “પ્રાર્થનાસમાજના ઘણાખરા સિદ્ધાંતો અને પસંદ છે. હું જાતિભેદમાં માનતા નથી. બાળલગ્ન બૂરાં છે એ વિષે મારી ક્યારની ખાતરી થઈ ચૂકી છે. તથાપિ બુદ્ધધર્મનું પૂરું જ્ઞાન મેળવ્યા સિવાય હું કોઈ પણ સંસ્થાને સભાસદ થવા ઈચ્છતો નથી. એકલો બૌદ્ધધર્મ જ મનુષ્યમાત્રની ઉન્નતિનું ખરું સાધન છે એમ હાલ તો હું માનું છું.' , “આ તમે ક્યા આધારે કહો છે? તમે બદ્ધધર્મ વિષે જાણે છે?' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust