________________ પૂનાની રહેણાક એટલા ઉપર ફેબ્રુઆરી સુધી મેં માંડ માંડ ચલાવ્યું. હવે આગળ શું કરવું? ડૉ. ભાંડારકરે કંઈક સગવડ કરી આપવાનું કહ્યું હતું; પણ એમાં કશું ચેકસ નહોતું. અને આ વાતનો * નિકાલ કર્યા વગર તો હવે કોઈ વાતે રડે એમ નહોતું એમ મેં જોયું. છેવટે તેમને એક વાર સ્પષ્ટ શબ્દોમાં પૂછવું એવો મેં નિશ્ચય કર્યો. પણ એટલામાં (ફેબ્રુઆરીમાં) તેઓ માંદા પડા, અને એવી માંદગી દરમ્યાન આવા સવાલનું નિરાકરણ માગવાનું મને રુચ્યું નહિ. તે પણ એક વાર તો વાતવાતમાં આ બાબત મેં તેમને કાને નાંખી હોવી જોઈએ. તેઓ માંદગીમાંથી ઊડ્યા પછી તા. ૨૫મી ફેબ્રુઆરી 1900 ને - રોજ તેમને ઘેર હું તેમને મળવા ગયો. તેઓ કોઈ કાઈ વાર મને જમવા બોલાવતા. પણ તેમનો બંગલો શહેરથી ખૂબ દૂર હોવાથી હું કવચિત જ જતો. કોઈ વાર તે વળી રાતે જમી તેમને ત્યાં જ સૂઈ રહેતો. અને સવારે ઊઠી શહેરમાં પાછો આવતો. ઉપર કહેલે દિવસે હું તેમને ત્યાં જ રાત રહ્યો. બીજે દિવસે સવારે મેં તેમની પાસે વાત કાઢી અને મારે મારા નિર્વાહનું હવે કેમ કરવું?' એમ પૂછયું. તેમણે કહ્યું કે, “જો તમે પ્રાર્થનાસમાજના સભ્ય થાઓ તે સમાજ તરફથી અમે તમને મદદ કરીશું. એ સિવાય અમારી તરફથી કંઈ મદદ બની શકે એમ નથી.” ભારે બુદ્ધધર્મને અભ્યાસ કરવો છે, એ વાત હું તેમને શરૂઆતથી જ કહેતો આવ્યો હતો. એક દિવસ હું તેમની ગાડીમાં તેમની સાથે બેસીને જતો હતો ત્યારે મારી વાત કાઢીને તેમણે પિતાના વડીલ પુત્ર (સ્વ. પ્રો. શ્રીધરપંત ભાંડારકર)ને કહ્યું, ‘આમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust