________________ પરિચય - બૌદ્ધધર્મ વિષે મારા મનમાં જ જિજ્ઞાસા અને આદર. ન હોત તો ધર્માનન્દજી સાથે મારો પરિચય ન જ થયે હેત. મારા મિત્ર નાગેશ વાસુદેવ ગુણાજીને એક દિવસ હું મળવા ગયેલું. ઈ. સ. ૧૯૦૮ની વાત હશે. તેમણે મને કહ્યું, મારા એક બાળસ્નેહી બૌદ્ધધર્મી થઈને આવ્યા છે. તેમણે બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા ખાતર સિકિમ, બ્રહ્મદેશ અને સિલોન સુધી પ્રવાસ કર્યો છે અને અનેક કષ્ટ વેઠ્યાં છે.” બૌદ્ધધર્મી પ્રાણી કેવો હતો હશે એ જોવાની ઈચ્છા તીવ્ર થઈ અને મેં એમની મુલાકાત લીધી. તેમની થોડીક વાતો. સાંભળ્યા પછી મેં તેમને એક ધૃષ્ટતાભર્યો સવાલ પૂછળ્યો, ગૌતમ બુદ્ધના ઉપદેશને કે પંથને ધર્મનું નામ આપી શકાય ખરું? મને તો તે એક શુદ્ધ નીતિન પંથ જ લાગે છે.” આ સવાલને પરિણામે સુંદર ચર્ચા ચાલી અને તે જ બેઠકમાં તેમની પાસેથી પાલિ ભાષાની બે ત્રણ ગાથાઓ હું શીખી ગયો. મેં જોઈ લીધું કે અંગ્રેજ લોકોના પરિશ્રમ ઉપર ગુજારે ચલાવનાર આ કઈ વાંદો (Parasite) નથી; આ ભાઈએ મૂળ ઝરણા આગળ પહોંચીને જ પિતાની તરસ છિપાવી છે. એક જ મુલાકાતમાં મેં જોઈ લીધું કે, ધર્માનંદજીમાં શુદ્ધ ધાર્મિક્તા છે અને છતાં ધાર્મિકતાનો ડોળ . નથી; વિદ્વત્તા છે, પણ પાંડિત્યની બૂ નથી. - સાંજે, અમે બેલગામની ઘોડદેડ પર ફરવા ગયા. સૂર્યાસ્તને વખત હતો. ધર્માનંદજીએ કહ્યું, “મને જરાક માફ કરે, હું પેલા વાયુમાપક મિનારા પાસે જઈ આવું.” તેઓ * ગયા અને લાંબા વખત સુધી ધ્યાનમાં બેઠા. પાછા આવીને છે. તેમણે વાતો આગળ ચલાવી. મેં તે પહેલાં બે ચાર યોગીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust