________________ 290 આપવીતી ત્રણ ચાર દિવસ રાખ્યો. ત્યાંથી પાછો હું માન્ચેસ્ટર ન ફરતાં સીધો લિવરપુલ ગયા, અને ત્યાં બે ત્રણ દિવસ રહી ઠરાવેલ દિવસે વેલેંડ કંપનીની “ડેનિયન' સ્ટીમરમાં બેસ્ટન જવા ઊપડ્યો. આ દિવસમાં અમેરિકા જનાર બહુ ઉતારુઓ નથી , હતા. મે જૂન મહિનામાં અમેરિકાથી યુરેપ આવનારા મુસાફરે પુષ્કળ હોય છે, જનારા છેડા. અમારી સ્ટીમરમાં બહુ તો આઠ દશ ઉતારુઓ હતા. દા. વુસે મારે સારુ ડેક ઉપરની એક સરસ એારડી રિઝર્વ કરાવી હતી. આ ઓરડીમાં ત્રણ બર્થ અથવા બિછાનાં હતાં. પણ ઉતારુ તો હું એક જ હત. દરિયે એવો તે શાંત હતો કે સ્ટીમર કોઈ મોટા તળાવમાં થઈને ચાલી જતી હોય એવો જ ભાસ થાય. માત્ર અમેરિકા નજીક પહોંચ્યા ત્યારે ધૂમસ ભારે નયું. ધૂમસને લીધે સામેથી આવતી કે આજુબાજુએથી પસાર થતી સ્ટીમરે મુદ્દલ ન દેખાય અને તેથી ખબર કરવા સારુ સ્ટીમરને વારે વારે પાવો વગાડવો પડે. આ પાવાને ખલાસીઓ ફગ હોર્ન કહે છે. આ પાવાના અવાજેથી રાતે ઊંઘમાં ખલેલ થતી. પણ એક બે દિવસમાં આનાથી પણ અમે ટેવાઈ ગયા. અમારી સ્ટીમર બેસ્ટન નજીક આવી પહોંચતાં, વાયરલેસ ટેલિગ્રાફીને એક જુવાન અંગ્રેજ અમલદારે મારી પાસે આવી વાતો કરવા માંડી: “ક્યાં જાઓ છે ? ક્યાંથી આવો છે ?' વગેરે વિગતો તેણે મારી પાસેથી જાણ લીધી. સ્ટીમર બારામાં આવતાં, કસ્ટમ ખાતાને અમલદાર અમારી તપાસ માટે આવ્યો. હું મારો સરસામાન બાંધવામાં રોકાયા હતો. એટલામાં ટુડે અમલદાર આવ્યાની ખબર આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust