________________ અમેરિકાની સફર ફયત સાથે કેવી રીતે વર્તતા હશે તેની કલ્પના જ કરવી જોઈએ. ગઈ સદીમાં આવી ઉદ્ધતાઈ નભી શકી હશે, પણ આજની જુવાન હિંદી પ્રજા આવી તુમાખી બિલકુલ બરદાસ્ત કરે એમ નથી. જ્યાં ને ત્યાં હિંદુઓ માટે તિરસ્કાર બતાવ્યાંથી પિતાની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે એમ જે અંગ્રેજો માનતા હોય તે તેમની ભૂલ છે.” પ્રિન્સિપાલ સાહેબ પાસે જ બેઠેલા તેથી તેમણે મારા શબ્દો સાંભળ્યા હશે જ. જમ્યા પછી પ્રિન્સિપાલ મહાશય અમને મેડી ઉપર લઈ ગયા અને ત્યાંના દીવાનખાનામાં સૌ બેઠા પછી મારી તરફ વળી મેં પર વિવેક આણી બોલ્યા, “મારા જોગ કશી કામસેવા હોય તો ફરમાવો.” મેં જવાબ આપ્યો, “તમારી પાસેથી મને કોઈ પણ જાતની અપેક્ષા હતી નહિ અને છે પણ નહિ. બિશપ સાહેબે આગ્રહ ન કર્યો હોત તો હું અહીં આવત પણ નહિ. પણ તેમને હું મહેમાન તેથી તેમને ખાતર મારે આટલે સુધી આવીને આપને કદી આપવી પડી.” પછી ઇધરતિધરની વાતો કરીને પ્રિન્સિપાલ સાહેબે અમને વિદાય કર્યા. કોલેજના દરવાજા સુધી પોતે અમને વળાવવા આવ્યા, અને ત્યાં ફરીથી શેકહેન્ડ કરી તેમણે અમારી પાસેથી રજા લીધી. બીજા બે ત્રણ દિવસ હું માન્ચેસ્ટર શહેરમાં રહ્યું. પણ તે દરમ્યાન બિશપ સાહેબને ઘેર ન રહેતાં એક ભાડાની જગ્યામાં રહેતો. બિશપ સાહેબની એક ઓળખીતી બાઈને ધરમાં તેમણે મને ઓરડી અપાવી. માન્ચેસ્ટરની પડખે જ લીથમ કરીને એક ગામ છે ત્યાં શ્રી રામચંદ્ર વિષ્ણુ ભાડગાંવકર (બળવંતરાવ ભાડગાંવકરના પિતા) રહેતા હતા. બે ત્રણ દિવસ માન્ચેસ્ટરમાં રહી હું ત્યાં ગયા. તેમણે મને પિતાને ઘેર PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 18