________________ 21 દેશત્યાગ પરદુઃખે શીતલ' એવી જે કહેવત છે તેનો અર્થ આ પ્રસંગે હું સમજ્યો. અહીંથી જ મારા ઉપર પડનારાં ભાવિ દુઃખોને આરંભ થયો. સોનબા મંગેશ મૂળગાંવકરના કાકા, સદાશિવરાવ મૂળગાંવકર, મુંબઈમાં લુહાર ચાલમાં રહેતા હતા. તેમને 100-125 રૂપિયાની નોકરી હતી. પિતાના ભત્રીજાની તેઓ કોઈ દિવસ ભાળ લેતા નહિ, પણ ૧૮૯૬માં પોતાના કુલદેવ મંગેશનાં દર્શન કરવા તેઓ ગેવા. આવ્યા ત્યારે પોતાના ભત્રીજાને પોતાની સાથે મુંબઈ તેડી ગયા. સોનબાની માની મરજી છોકરાને મુંબઈ મોકલવાની નહોતી. પણ મેં જ તેને જવાની સલાહ આપી. મુંબઈ જઈને તેણે એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ધોરણને અભ્યાસ કર્યો. પિતાના અત્યંત સાલસ સ્વભાવને લીધે તેણે કાકા અને કાકીની પુત્રથી પણ વિશેષ પ્રીતિ મેળવી. ૧૮૯૬માં જ્યારે મુંબઈમાં પહેલવહેલો પ્લેગ ચાલ્યો ત્યારે, સોનબા અને તેને પિત્રાઈ ગાવામાં અમારે ત્યાં રહેવા આવ્યા. પાંચ છ મહિના રહીને તેઓ પાછા ગયા. ૧૮૯૭માં ફરી પ્લેગ ચાલે. સોનબાના કાકાએ માટુંગામાં એક ઝૂંપડી બાંધી હતી. પણ પોતે માંદા હોવાથી ઘર છેડીને જઈ શકતા નહિ.' લુહાર ચાલમાં પ્લેગનું જોર વધવાથી બધાં ગિરગામ આવ્યાં, ત્યાં તેમને ચાકરને પ્લેગ થા. સોનબાને પણ પ્લેગે પટકો. તારીખ 15 માર્ચ 1898 ને દિવસે 24 કલાકની અંદર આ જીવલેણ રોગે સોનબાને નિર્દય કાળને સ્વાધીન કર્યો ! તારીખ 28 માર્ચ 1898 ને રેજ મારા સાળા દાક્તર સખારામ લાડ પણજીથી અમારે ઘેર આવ્યા. તેમણે સોનબાના મરણના ખબર આપ્યા., મને તો આ બધું સ્વમવત લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust