________________ * શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૫ અને વડોદરામાં જુદી જુદી જગ્યાએ પાંચ વ્યાખ્યાન આપ્યાં. તેમાંનાં ત્રણ વ્યાખ્યાનો “બુદ્ધ, ધર્મ અને સંઘ' નામે પુસ્તકરૂપે છપાઈને પ્રસિદ્ધ થયાં છે. ' ૧૯૧૦ના ફેબ્રુઆરી મહિનામાં દા. લુસ તરફથી મારા પર જરૂરી કાગળ આવ્યું કે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વ. મિ. વરને શરૂ કરેલ “વિશુદ્ધિમાર્ગના સંશોધનકાર્યને મારી મદદની જરૂર હોવાથી ભારે તરત અમેરિકા આવવાની તૈયારી કરવી. આગબોટમાં કેવી રીતે આવવું એની બધી વિગત તેમણે આ જ કાગળમાં લખી મોકલી હતી અને પોતાનું તારનું સરનામું અને અમુક રૂપિયાની રકમ માટે સંકેતશબ્દ (Code-word) પણ લખીને તારથી જ પૈસા મંગાવવા લખ્યું હતું. આ પ્રમાણે 1800 રૂપિયા મેં તારથી મંગાવ્યા અને શ્રીમંત ગાયકવાડની રજા લઈ હું અમેરિકા જવા તૈયાર થયો. મહારાજા પણ આ જ અરસામાં જાપાનથી અમેરિકા જનાર હતા. તેઓ મને પિતાની સાથે આવવા કહેતા હતા, પણ અમેરિકાથી પૈસા મારા હાથમાં આવી જવાથી અને ઈંગ્લેંડથી આગળની મુસાફરી કરવાની ગોઠવણ દા. વુલ્સ પોતે કરનાર હોવાથી હું તેમ કરી શક્યો નહિ. મેં ઇંગ્લંડને જ રસ્તે જવાનો નિશ્ચય કર્યો. મહારાજા સાહેબે વધુ આગ્રહ ન કરતાં ભારે પ્રસન્નતાપૂર્વક મને અમેરિકા જવા રજા આપી. એટલું જ નહિ, પણ કંઈ મુશ્કેલી આવે તો તારથી જણાવજે, જરૂર મદદ કરીશું,' એવું અભયવચન પણ આપ્યું. આ ઉપરાંત “બુદ્ધ, ધર્મ અને સંઘ'નું પુસ્તક છપાવવા સારુ તેમણે મને એકસાથે પાંચસો રૂપિયાની રકમ addled 32). atnasuri M.SE Jun Gun Aaradhak Trust