________________ ર૭૪ આપવીતી * આવીને રહ્યા અને ત્યાંથી રોજ પાલિ ભાષા શીખવા બેરીવલી આવતા. , પણ થોડા જ દિવસમાં તેમની પત્નીની તબિયત ફરી લથડી. આથી તેમની સગવડ ખાતર મેં પ્રાર્થનાસમાજની સામે એક ચાલીમાં એરડી ભાડે રાખી ઘર કર્યું. ભાડા વગેરેનું ખર્ચ તેમણે આપ્યું. મારે તાજમહાલ હોટેલમાં જ તેમને શીખવવા જવું એમ તેમણે દા. સુખઠણકર આગળ સૂચવ્યું. પણ દા. સુખઠણકરે જ તે સૂચના બારોબાર નામંજૂર કરી. હું કઈ રીતે તેમને ત્યાં ભણાવવા નહિ જાઉં, અને એવી સૂચના કરવા જવામાં તેમના પિતાને જ હકમાં નુકસાન થશે એમ કહ્યું. દા. વુસે મને આ સંબંધે સીધું તો કંઈ પૂછયું જ નહિં; ફક્ત મને મુંબઈ આવીને રહેવા વિનંતી કરી, અને તેટલી તેમની સગવડ ખાતર મેં પણ માન્ય રાખી. મારા નવા રહેઠાણની બધી વ્યવસ્થા દા. સુખઠણકરે જ કરી. મારે તો ભારે સરસામાન બોરીવલીથી મુંબઈ લઈ આવવા ઉપરાંત બીજું કશું કરવું પડયું નહિ. દા. વુલ્સ ૧૯૦૯ના ફેબ્રુઆરી આખર સુધી રહી જાપાન થઈને સ્વદેશ પાછા ગયા. માર્ચ મહિનામાં મારી સ્ત્રીને. ગોવા મોકલી હું પૂનામાં કાયમનું રહેઠાણ કરવાના ઇરાદાથી, આવ્યો. પ્રથમ તો સદાશિવ પૈઠમાં એક નાનું ઘર લઈ ત્યાં થોડા દિવસ ગાળ્યા; પછી રવિવાર પેઠમાં એક મેડા પર છેડે વખત રહ્યો. દરમ્યાન મારે હાથે કશું જાણવાજોગ કામ થયું નહિ, છતાં “વિશુદ્ધિમાર્ગને ઘણે ભાગ મેં દેવનાગરી લિપિમાં લખી કાઢયો. બધિચર્યા–અવતારનું મરાઠી ભાષાંતર તૈયાર કર્યું. એક નાનું પાલિ વ્યાકરણ સંસ્કૃત ભાષામાં લખ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust