________________ 263 પરાવતન હતા. આથી જિલ્લા જજે અને હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદ* આપે. મારા મોટા ભાઈ ઉપર માંડેલ ફોજદારી કેસ પણ કોર્ટમાં તરકટી ઠર્યો. આ બધું તો યથાયોગ્ય જ થયું. પણ આ કામમાં, કલકત્તામાં રહી મેં જે કંઈ બચાવ્યું હતું, તે બધું જ ખરચાઈ ગયું. લગભગ 1000 રૂપિયા આ પાછળ ખાયા. આથી પિતાનું કરજ મારે હાથે કદી પણ ફીટશે કે કેમ એની મારા મનમાં ભારે શંકા ઊભી થઈ મેં યુનિવર્સિટીમાં હજુ નોકરી લીધી ન લીધી એટલામાં તો મારા છેક નાનપણના મિત્રે પણ મારી સામે કેસ કર્યો અને સાવ ખોટા સાક્ષીઓને મારી સામે ઊભા કરી કોર્ટમાં લડતાં આઘુંપાછું જોયું નહિ! આ બધો વિચાર કરતાં ચિત્ત અત્યંત ખિન્ન બની ગયું. ગાવાની હાલની સ્થિતિ એવી તો વિચિત્ર થઈ પડી છે કે ત્યાંના હિંદુ લોકોને પિતાનું હિતઅહિત શેમાં છે એટલું પણ સમજાવું મુશ્કેલ થઈ પડયું છે. આવી સ્થિતિમાં પિતાનું કરજ પતાવી જમીન છોડાવું તે પણ તે ઉપર શા શા સંસ્કાર ન થાય અને તેના ઉપર કેટલા નવા કજિયા ઉભા થાય કેમ કહી શકાય? આવા વિચારોથી આ બાબતમાં હું લગભગ ઉદાસીન બની ગયો. હરિનાથ દેને મારા ઉપર પ્રેમ હતો એમાં તો શંકા જ નહિ. ૧૯૦૬ની સાલમાં હું જ્યારે તેમને ઘેર રહેતા ત્યારે ફક્ત મારા માનની ખાતર તેમણે દારૂ પીવાનું છોડયું હતું. આ સુધારો મારા આવવાથી થયો એમ માની તેમની મા મારો બહુ ઉપકાર માનતી. બૌદ્ધધર્મને અભ્યાસથી પોતાનો દીકરો સુધરશે એવું કોઈ જોશીએ પણ તેને કહેલું. અને તે ઉપર - ** આ બંને ચુકાદા હું અમેરિકામાં હતો ત્યારે અપાયા હતા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust