________________ આપવીતી રહેવાથી બીજા લાભો અનેક થાય એમ હતું છતાં મારું મન તે તરફ વધ્યું નહિ. વળી, પિતાના જે અણુમાંથી અંશતઃ પણ છૂટવા સારુ મેં આ સેવાધર્મ સ્વીકાર્યો હતો તે ફેડવાની બાબતમાં હું જરાય સફળ ન થયું. પહેલાં તો જે કંઈ પૈસા મળ્યા, તે થોડાં વર્ષનું વ્યાજ ચડયું હતું તે પતાવવામાં ગયા. તે પછી એટલે ૧૯૦૭ના ઓગસ્ટ મહિનામાં પિતાની જમીનની બાબતમાં એક કેસ ઊભો થશે. ચાળીસ વર્ષ ઉપર એક સોની અને મારા પિતા વચ્ચે જમીન સંબંધે વાંધો પડેલો. પણ છેલ્લાં ચાળીસ વર્ષમાં કઈ દિવસ તેનું કેઈએ સ્મરણ સરખું કરેલું અમારી જાણમાં નહોતું. ૧૯૦૭માં અમારી પડોશના ગામવાળા શ્રી. રામનાયક બાણવલીકરે સનીના તમામ હક તેના વારસો પાસેથી મેળવી લઈ મેટો કેસ ઊભો કર્યો. ૧૯૦૭ના ડિસેમ્બરમાં સુરત ખાતે મળેલી મહાસભામાં હાજરી આપી : આ કેસની માંડવાળ કરાવવાના ઉદ્દેશથી હું ગોવા ગયે. પણ દુઃખની વાત એટલી જ કે રામનાયકે અગાઉથી જ મારા મોટા ભાઈ ઉપર ફોજદારી માંડી હતી, અને સરકાર- - માંથી જમીનનો કબજો મેળવ્યો હતો. મારાં સગાંસંબંધીઓ બધાં વિરુદ્ધ છતાં, તેને ઘેર જઈ મેં કેસને ઘરમેળે નિકાલ કરવા તેના મોટા ભાઈને વિનંતી કરી. પણ તેની કશી જ અસર થઈ નહિ. ઊલટું રામનાયકે એ જમીનની ભળતી જ કિંમત આંકવા માંડી. આથી નિરુપાયે, અમારે અમારો પક્ષ જ ખરો હતો એ, કેર્ટ મારફત પુરવાર કરવાની ફરજ પડી. ગામના ઘણાખરા જમીનદારોએ અમારા તરફથી સાક્ષીએ * આપી. સામાવાળાના સાક્ષીઓમાં માત્ર ચાર પાંચ મજૂરો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust