________________ પરાવર્તન : ડિગ્રી મેળવવા તેણે મહેનત કરી. કલકત્તા યુનિવર્સિટીમાં લેટિન ભાષા લઈ પોતે પાસ થયા હતા. અહીંયાં ગ્રીક, લેટિન અને અંગ્રેજી ભાષામાં પહેલો નંબર મેળવ્યો. ઉપરાંત ફ્રેંચ, જર્મન અને અરબી ભાષાનું પણ તેણે સરસ જ્ઞાન મેળવ્યું, કઈ પણ ભાષા શીખી લેતાં તેને વાર જ ન લાગતી. અરબી ભાષાને કાપ તેણે લગભગ મોઢે કરેલો એમ એક ગૃહસ્થ મને કહ્યું ! અંગ્રેજી ભાષામાં તે ગદ્ય અને પદ્ય બંને બહુ સરસ લખતા. કેબ્રિજની બી. એ. ની પરીક્ષા પાસ કર્યા પછી તેમને ‘ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસમાં નોકરી મળી, અને શરૂઆતમાં તેને ઢાકા કૅલેજમાં અંગ્રેજીના પ્રોફેસર નીમવામાં આવ્યા. આ પછી લગભગ એક વર્ષે તેમના પિતા ગુજરી ગયા. હું કલકત્તે આવ્યો તે પહેલાં હરિનાથ દેની પ્રેસિડન્સી કોલેજમાં બદલી થઈ હતી. અને ધરમતોલા સ્ટ્રીટમાં એક ભાડાના - ઘરમાં તે રહેતા હતા. કરાર પ્રમાણે બીજે દિવસે હરિનાથ મને ફરી મળ્યા અને મારે કલકત્તામાં ત્રણ મહિના તો રહેવું જ એવો આગ્રહ માંડ્યો. તેમણે કહ્યું: “પાલિભાષા લઈને એમ. એ. થવાની મારી ખૂબ ઇચ્છા છે. આ પરીક્ષાના ઘણાખરા ગ્રંથો મેં વાંચ્યા છે. પણ અસલિની' ગ્રંથ મને બિલકુલ નથી સમજાતો. અનેક ભિક્ષઓને મેં પૂછી જોયું, જર્મની વગેરેમાં અનેક પંડિતોને લખ્યું, પણ આ કામમાં કોઈની મદદ મળી શકી નથી; અને અત્યારે અહીં પણ કેાઈ કરે એવું નથી. માટે ગમે તેમ કરી અહીં બે મહિના રહી જાઓ અને મને આટલો ગ્રંથ ભણાવો. પછી મરજી પડે ત્યાં જજે. હું તમારો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust