________________ આપવીતી મળી છતાં વાચકની અનુકૂળતાને ખાતર તે અહીં જ આપવી યોગ્ય માનું છું. ભૂતનાથ દે નામના કાયસ્થ જ્ઞાતિના એક બંગાળી ગૃહસ્થ પિતાની જાતમહેનતથી બી. એલ. ની પરીક્ષા પાસ કરીને રાયપુર (મધ્યપ્રાંત)માં વકીલાત કરતા હતા. હરિનાથ તેમના વડીલ પુત્ર. નાનપણમાં આ છોકરે બહુ નબળો હોવાથી બાપે દીકરાની કેળવણું પાછળ જરા પણ ધ્યાન ન આપ્યું. પણ તેને પોતાને શીખવાની ભારે હોંશ. મા પાસે બંગાળી બારાખડી શીખીને બંગાળી પડીઓ વાંચવાની તેણે શરૂઆત કરી. માને થોડું હિન્દી આવડતું. તે પણ શીખ્યો. પછી એક પાદરી પાસે જઈ અંગ્રેજી શીખવા માંડ્યું. આઠ વર્ષનો થયે એટલે બાપે નિશાળે મૂકવાનો વિચાર કર્યો. પણ જુએ છે તો છોકરાએ ઉમરના પ્રમાણમાં આ ત્રણે ભાષામાં ખૂબ પ્રગતિ કરેલી. આથી બાપે ઘેર શિક્ષક રાખી અને પોતે પણ શીખવી છોકરાને આગળ ધપાવ્યો. બાર વર્ષનો ન થયો ત્યાં તો હરિનાથે અંગ્રેજી ભાષામાં ખૂબ પ્રગતિ કરી અને તેરમા કે ચૌદમા વર્ષમાં કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં પાસ થઈ સ્કોલરશીપ મેળવી. પછી ભૂતનાથ દેએ તેને સેન્ટ ઝેવિયર કોલેજમાં મૂક્યો. યુનિવર્સિટીની બધી પરીક્ષાઓમાં ભાષાના વિષયમાં હરિનાથે નામના મેળવી. * એમ. એ. થયા પછી હરિનાથને હિન્દી સરકાર તરફથી સ્કોલરશીપ મળી અને તે ઈંગ્લેંડ ગયા. પહેલાં તો તેણે સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થવા મહેનત કરી. પણ ગણિત અને કાયદાના વિષયમાં સહેજ કાચા હોવાથી અને કદાચ દારૂને છંદ વળગ્યો તેથી આ પરીક્ષામાં નાપાસ થયા. પણ ધીરજ ન છેડતાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની બી. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust