________________ વળી બ્રહ્મદેશ 229 - ભોજન તૈયાર કરી ભિક્ષુઓને આપે છે અને પિતાનું પણ .. ઉદરપોષણ કરે છે. સંન્યાસિનીઓને આશ્રમ ભિક્ષુઓના આશ્રમથી ઘણે દૂર છે અને ત્યાં ભિક્ષુઓને જ નહિ પણ બીજા પુરુષોને પણ ગમે તે વખતે જવાની મનાઈ હોય છે. આવા એક આશ્રમમાં 250 થી 300 સંન્યાસિની રહે છે એમ કહેવાય છે. હું સગાઈ ડુંગર પર હતો તે વખતે આ આશ્રમની મુખ્ય સંન્યાસિની બરમાના એક પ્રખ્યાત કુટુંબની બાઈ હતી. તેને ત્રિપિટક - ખાસ કરીને અભિધર્મપિટક - ગ્રંથ બહુ જ સરસ આવડતો. છેલ્લા ગ્રંથનાં તો કેટલાંક પ્રકરણનાં પ્રકરણ તેને મોઢે હતાં! આથી બૌદ્ધ તત્ત્વજ્ઞાન વિષે તેની સાથે ચર્ચા કરતાં સાધારણ ભિક્ષુઓ અચકાતા. . આવો એક સંન્યાસિનીઓનો આશ્રમ અમારા આશ્રમથી ખૂબ આઘે નદીને તીરે હતું. હું અને જ્ઞાનત્રિલોક ત્યાં ભિક્ષા લેવા જતા. ખાવાનું સવારે દશ પહેલાં પતી જતું. અને દિવસને બાકીનો ભાગ અમને ધ્યાનભાવનાદિ માટે મળતો. ઉત્તર નામે એક ધ્યાન કરતાં શીખવનાર સ્થવિર અહીં રહેતો હતો. તેની પાસે જઈ અમે રોજ ધ્યાનનો માર્ગ (કર્મસ્થાન) શીખવાનું શરૂ કર્યું. પણ તે અમારી ભાષા ન સમજી શકે તેમ તેને પાલિ પણ પૂરું બોલતાં ન આવડે. આથી અમારી બાજુના વિહારમાંથી પાલિભાષા જાણનાર એક જુવાન ભિક્ષને અમે સાથે લઈ જતા. સ્થવિર બારમી ભાષામાં કહે તેનું ભાષાંતર પેલો તરણ ભિક્ષુ પાલિભાષામાં કરે અને પછી હું જ્ઞાનત્રિલોકને તે અંગ્રેજીમાં સમજાવું! પહેલાં તે ઉત્તરાચાર્યે અમને “અરહ’ શબ્દ બની લિપિમાં આંખ સામે રાખી તે ઉપર ધ્યાન કરવા કહ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust