________________ 15 વળી બ્રહ્મદેશ ચંદ્રમુનિએ ખેજારીને કાગળ લખી કલકત્તાથી બરમા જવાને જોઈતાં નાણાંની મને અગાઉથી જ ગોઠવણ કરી દીધી હતી. મારી સાથે બુદ્ધગયાવાળા સિંહલી ઉપાસક હતા એમ લાગે છે. તે કુશિનારા આવ્યા હતા, અને ત્યાંથી તેમને પણ બરમાં જવું હતું. તહસીલદૌરિયાથી કલકત્તાની ટિકિટના પૈસા મહાવીર ભિક્ષએ અપાવ્યા. આ વખતે હું કલકત્તામાં એક કે બે દિવસ જ હતું. ત્યાંથી રંગૂન ગયો. રંગૂનમાં મને જ્ઞાનત્રિલોકનો મેળાપ થયો. તેને પણ માંડલે જઈ થોડા દિવસ સગાઈના ડુંગર પર રહેવું હતું. તે મુજબ અમે બંને માંડલે ગયા, અને સગાઈ જઈ ઊ* રાજેન્દ્રના વિહારમાં રહેવા લાગ્યા. અહીં સંખ્યાબંધ નાની મઢીઓ અને ઉપરાંત ચાર પાંચ ગુફાઓ હતી. આવી જાતના વિહાર આ ડુંગરમાં ઓછામાં એાછા પચાસ સાઠ હશે. માંડલે અને સગાઈ ગામના લેકે પાસેથી ભિક્ષુઓને અન્નસામગ્રી પહોંચાડવામાં આવતી. અહીં કેટલીક દશશીલધારિણે સંન્યાસિનીઓ પણ વસે છે. તેઓ ગૃહસ્થો પાસેથી અન્નસામગ્રી મેળવી ભિક્ષુઓને રાંધેલું ભજન આપે છે. કોઈ જગ્યાએ વળી વિહારમાં જ એકાદ ઉપાસક - * બારમી ભાષામાં માનવાચક શબ્દ છે. તે ભિક્ષના કે મોટા પુરુષોના નામ આગળ લગાડવામાં આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .