________________ - આપવીતી આ બિચારી ડોશીને કે તેના દીકરાને કોઈ સતાવશો નહિ, મેં તેને મારી રાજીખુશીથી એ કપડું આપ્યું છે.' બીજે એક ખેડૂત મારી પાસે આવી મને કહેવા લાગ્યો, “તમે આ જંગલમાં રાતની વેળાએ એકલા રહો છો, એને તે શું કહેવું? દી આથમ્યા પછી એકલા જવાની અમારી તો છાતી નથી ચાલતી. આ જગ્યાએ તો ભયંકર દેવતાઓનાં થાનક છે.' મેં જવાબ આપ્યો, “એ દેવતાઓ મારું કશું જ અકલ્યાણ કરે એમ નથી. કરશે તો મારું રક્ષણ જ કરશે; નહિ તો ચૂપ રહેશે. મને કશી હરકત નહિ કરે.” આ બે બનાવો ઉપરથી મારા તરફની ગામલોકની લાગણીના મૂળમાં બીક હતી એમ મારા મનમાં શંકા થઈ, અને તપાસ કરતાં એ વાત સાચી નીકળી. આ ગામમાં પુષ્કળ ભૂતપિશાચ અને ઉપદ્રવ કરનાર દેવતાઓનો વાસ હતો. તેમને નસાડવા સારુ ગામલોકો એક નામીચા ભૂવાને લાવ્યા. તે મંતરેલા ચેખા ખેાળામાં લઈ ખાટલા ઉપર બેઠો અને ખાટલાને ચાર માણસ પાસે ઉપડાવી જ્યાં જ્યાં ભૂતપિશાચનાં થાનક મનાતાં હતાં ત્યાં ત્યાં તે ખાટલે તેણે ફેરવા. ભૂવ મંત્રના જપ કરતો જાય અને ચારે દિશામાં ચેખા ફેંકતો જાય. પણ જેવો તે મારા સ્થાન . આગળ આવ્યો તેવો જ તે એકાએક ખાટલા ઉપરથી હેઠે ઊછળી પડ્યો. પાછળથી મંત્રો ભણવાનું પૂરું કર્યા પછી તેણે એ ખુલાસો કર્યો કે, “બધા યક્ષપિશાચ વગેરેનું તે હું દમન , કરી શક્યો, પણ બુદ્ધમંદિરની પાછળ જે દેવતા રહે છે તેની આગળ મારું કઈ ચાલ્યું નહિ!” આથી આવા ભયંકર દેવતાના સ્થાનકમાં રહેનારો જે હું તે નાનાંસૂનાં ભૂતપ્રેત ઉપર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak' Trust