________________ 215 બોદ્ધક્ષેત્રોની યાત્રા એક પ્રસંગે તે તેમણે બુદ્ધમંદિરનાં તાળાં તોડી કાંબડિયાના રાજકુમારે બુદ્ધની મૂર્તિને ચડાવેલ કીમતી વાઘા સિક્કે ચોરી જઈ ખેતરમાં દાટવા ! પાછળથી પાંચ છ મહિને પોલીસે આ ચોરી પકડેલી. . આવા આ લોકે હાઈ બૌદ્ધ લોકો સામે તેમનો વિરોધ દેખાઈ આવતો; છતાં મેં જોયું કે મારી સાથેનું તેમનું વર્તન જુદા જ પ્રકારનું હતું. મારાં ચીવર અને ભિક્ષાપાત્ર હું ગમે ત્યાં નાંખીને ચાલ્યો જાઉં, તેને કઈ હાથ અડાડતું નહિ. આ વખતે કુશિનારામાં આવીને રહ્યો ત્યારે ગામના લોકે મને ખૂબ પ્રેમભાવથી પિતાને ત્યાં બોલાવે અને જમાડે પણ ખરા. મારી સાથે આમ વર્તવાનું તેમને શું પ્રયોજન, એનો ઉકેલ હું ઘણું દિવસ સુધી કરી શક્યો નહિ. એક દિવસ ગામના એક ખેડૂતને ઘેરથી જમીને પાછી વળતાં ભારે હાથ લૂછવાને નાને ટુવાલ રસ્તામાં પડી ગયો. એક છોકરાએ ઉપાડી ઘેર લઈ જઈ તે પોતાની માને આપ્યો. આ વાતની આજુબાજુના લોકોને જાણ થતાં જ તેઓ તે બિચારી બાઈ પર કાપ્યા. પેલા બાવાનું કપડું ચોરી લાવી ઘરમાં રાખીને તારે આ ગામ ઉપર આફત આણવી છે કે શું?' એમ કહી તેનો પીછો પકડયો! બિચારી બાઈ એમ ને એમ ધામ તડકામાં . દોડતી હાંફતી મારી પાસે આવી અને મારે પગે પડીને કહેવા લાગી કે, આ રસ્તામાં પડેલું તમારું કપડું મારો છોકો અજાણતાં ઉપાડીને ઘેર લાવ્યા. આટલો આ મારે . ગુનો થયો. મને માફ કર. મારા ગામના લોકોએ નાહક મારા ઉપર ચોરીનું આળ ચડાવ્યું છે.” મેં વસ્ત્ર એ બિચારી બાઈને જ આપી દીધું, અને ત્યાંના એક ખેડૂતને કહ્યું કે, * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust