________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા મહંતની વિધિ જેમની તેમ ચાલુ રહેવા દીધી. બુદ્ધ સંન્યાસી હતા, અને તે કોઈ દિવસ ગંધમાલાદિક ધારણ ન કરતા. આથી મૂર્તિને ત્રિપુંડ કરેલું જોઈને બૌદ્ધ લોકોની લાગણી દુઃખાય છે. મહંતને પણ પિતાનો મોરથ પૂરો ન થયે એ મનમાં સાલે છે. અને સરકારને કોઈ વાર એક પક્ષ તરફથી તો કોઈ વાર બીજા પક્ષ તરફથી ટીકા દ્વારા કે એવા જ બીજા કોઈ ને કોઈ કારણસર ત્રાસ થાય છે જમહંતે સરકાર ઉપર ચિડાઈને પેલી બરમી ધર્મશાળા પિતાના કબજામાં લેવા હિન્દી પ્રધાન ઉપર તથા ધર્મપાલ ઉપર અદાલતમાં દાવો માંડયો હતો. સામે ધર્મપાલ પણ સરકારે મહંતને ત્રિપુંડ કરવાની બાબત છૂટ આપ્યા માટે, છાપાંઓમાં સરકાર વિરુદ્ધ અવારનવાર કડક ટીકાઓ કરે છે. ટૂંકમાં, આ સ્થળે મહંત, બૌદ્ધ અને સરકાર એમ ત્રણ સત્તાઓનો ત્રિભેટ થતો હોવાથી, બુદ્ધના વખતમાં અને તે પછી સૈકાઓ સુધી જે શાંતિ અહીં વર્તી રહી હતી, તેવી શાંતિ ફરી પાછી વર્તવી આજે અશક્ય થઈ પડી છે. મહંતને મળવા હું એક બે વાર ગયો. તેણે મારી ઠીક આગતાસ્વાગતા કરી. પોતે મને રોજ સીધુંસામગ્રી મેકલશે એમ તેણે કહ્યું, પણ તેના દાનની મને જરૂર નહોતી. મેં તેને કહ્યું : “તમારી આ ઉદારતાને સારુ હું તમારો આભારી છું પણ મને હાલ તેની જરૂર નથી. આ ગામના લોકો સાવ અજ્ઞાન છે, તેથી તેમને શિક્ષણ આપવાની બાબતમાં આપે તેમને મદદ કરવી, એ ધર્મગુરુ તરીકે આપની ફરજ છે. રાજારજવાડાંઓએ આપને જે જાગીર આપી છે તે કેવળ યાચકોને સંતોષવા સાર નહિ, પણ દેશમાં વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર P.P. Ac. Guiratnasuri M.S. Jun Gun Aaradhak Trust