________________ 208 આપવીતી અને બુદ્ધની કેટલીયે મૂર્તિઓને અવળાં મોં કરી મઠની ભીંતમાં તેમ જ મઠની બહારની દીવાલમાં ચણી દીધી! લેર્ડ કર્ઝને જૂની ઇમારતોને રક્ષણનો કાયદો પસાર કરી મહંતને અશોકના સ્તંભે પાછા તેની મૂળ જગ્યા ઉપર મૂકવા ફરજ પાડી. પણ બુદ્ધની તેમ જ બોધિસત્વની કેટલીયે મૂર્તિઓ હજુયે મહંતના મઠની ભીંતેમાં દટાયેલી પડી છે! કાળચક્રને ફેરો કેવો વિલક્ષણ છે તેને આ જગ્યાએ બરાબર અનુભવ થાય છે. . આ પ્રમાણે આ જગ્યા ઉપર મહંતને હક સ્થાપિત થયાથી અહીંની પરિસ્થિતિ બહુ વિચિત્ર થઈ પડી છે. બૌદ્ધ લોકે સરકારની મદદથી પિતાને હક છીનવી લેશે એવી બીકને લીધે મહંત બૌદ્ધો તરફ હમેશાં શંકાની નજરે જુએ છે. સરકાર પણ આ બાબતમાં માથું મારવા નથી માગતી અને કશું ચેકસ ધોરણ રાખતી નથી ! બૌદ્ધ લોકો બુદ્ધની મૂર્તિની પૂજા કરે છે એટલે મહંતે મંદિરમાંની બુદ્ધમૂર્તિને કપાળે એક મોટું ત્રિપુંડ કરી તેને વિષ્ણુને નવમો અવતાર બનાવ્ય! * અને તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવાને એક બ્રાહ્મણ પૂજારી નીમ્યો ! આમ કરીને બૌદ્ધ લોકોને અંદર આવવાની બંધી કરવી એવો મહંતને ઘાટ હતો. પણ સરકારે તેની આ તદબીર ચાલવા ન દેતાં બૌદ્ધોને માટે મંદિર હરહમેશ મુક્તધારા રાખવા મહંતને ફરજ પાડી ! છતાં મૂર્તિને ત્રિપુંડ વગેરે કરવાની . આ મૂર્તિની વિષ્ણુના નવમા અવતાર તરીકે કઈ હિન્દુ તરફથી પૂજા થતી નહતી. આજે પણ મહાતે રાખેલ પૂજારી સિવાય કોઈ હિંદુ નવમાં અવતાર તરીકે તેની પૂજા કરતું નથી. ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust