________________ આપવીતી હતી. એટલે દસેરાએ તેમણે મને ત્યાં લઈ જઈને વૈતાળના ભૂવાને પગે લગાડે. પોતે પણ પગે પડીને મારી છાતીના દરદનું દુઃખ તેની આગળ રજૂ કર્યું. અમારા ઘરની પૂર્વ દિશા તરફ થોડેક છેટે ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે એની આ ભૂવાને ખબર હશે. મારા ઘરની પૂર્વ દિશાએથી રાતને વખતે હું બન્યો છું અને ત્યાંથી જ મને ભૂત વળગ્યું છે, એવો મોઘમ ખુલાસો ભૂવાએ કર્યો. પણ આમ હું ક્યારે બીજો હતો એની મને તો કશી જ ભાળ નહોતી. પિતા કહે, “યાદ ન હોય તેથી શું થયું? ત્યાં કબ્રસ્તાન છે એટલે બીક લાગી ગઈ હોય એ સંભવિત છે.' આખરે ભૂવાએ રાખ મંતરી આપી અને તે દેવના ચરણામૃત સાથે ખાવા કહ્યું. મને તો આ બનાવ વિચિત્ર લાગ્યો. પિતાની ધાકને લીધે મેં રાખ ખાધી અને ઉપર ચરણામૃત પણ પીધું. પણ તેનાથી કશો ફાયદો થયેલો જણાયે નહિ. છાતીનું દરદ મટાડવા જેમ રાતે હું હુક્કો પીતો તેમ દિવસે વાચન ચલાવતા. જ્યાં સુધી હું વાંચતે ત્યાં સુધી મને આરામ રહે. આમ વાચનને મને ભારે શોખ લાગ્યો. પણ અમારા ગામડા ગામમાં પુસ્તકો કેટલાંક પૂરાં પડી શકે ? વૃદ્ધચાણક્ય” વગેરે તમામ પુસ્તકો વાંચી કાઢયાં. હવે આગળ શું કરવું એની ચિંતામાં પડયો. ઈન્દુપ્રકાશ છાપખાનાએ છાપેલ તુકારામ બુવાની ગાથાની એક નકલ અમારા ઘરમાં હતી. મારી બહેન આમાંના અભંગ કોઈ કોઈ વાર વાંચતી. તે મેં વાંચવા લીધી. અભંગ તે વખતે તે મને રુચ્યા નહિ. પણ પુસ્તકના આરંભમાં આપેલ તુકારામ બુવાના ચરિત્રે મારા મન ઉપર એવી તે છાપ પાડી, કે તે ચરિત્ર હું અનેક વાર P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust