________________ જુવાની ! મારા પર સચેટ અસર થઈ. જે બાબતમાં મને અગાઉ રસ પડતો તે હવે દુઃખદાયક લાગવા માંડી. મન રૂપી મહાસાગર ઉપર કંઈ જુદા જ પ્રકારના તરંગે ઊઠવા લાગ્યા. પણ નવા વિચારોને પાયો દઢ થયો ન થયો એટલામાં તો (1892 ના જૂનમાં) મારું લગ્ન થયું! મને જુવાનીની મહોર વાગી. વાચનના વધવા સાથે ભારે અસંતોષ પણ વધવા માંડયો. વિષ્ણુશાસ્ત્રી, આગરકર વગેરે મહાન પુરુષોએ પિતાનાથી - બનતી દેશસેવા કરી ને આવ્યું ધન્ય કરી ગયા, પણ મારે હાથે તેમને જેવાં કામ થવાની આશા ખરી? ક્યાં તેમની વિદ્વત્તા, જ્યાં તેમને ઉત્સાહ, કયાં તેમનું ધૈર્ય! હું તો આ બધી બાબતોથી વંચિત. મારા જેવા ઢેરે જીવતા રહેવામાં પણ શે સાર? ઝેર પીને આ દુનિયાની મુસાફરી પૂરી કરી નાંખવી એ જ શું બહેતર નહિ? આવા આવા વિચારો મારા મનમાં ઘોળાવા લાગ્યા. ઝેર પીવા જેટલી હિંમત મારામાં નહોતી, તેથી જ હું આ પ્રસંગે બચી ગયો. મારા જેવા કાચા તસણમાં ચિંતાગ્નિની લાય હેલવવા જેટલું સામર્થ્ય ન હોય, એ કહેવાની કશી જ જરૂર નથી. મધરાતે મોટેથી ચીસ પાડી જાગી ઊઠવું, છાતી ધડકવી, ઊંઘ બરોબર ન આવવી, એવું એવું કેટલાક દિવસ ચાલ્યું. આ જ અરસામાં મને હુકકાનો છંદ લાગ્યું. પણ હુક્કાથી છાતીને થડકે ઓછો થવાને બદલે ઊલટો વધતો જ. અમારા કુલદેવ રામનાથ. હાલમાં આ દેવનું સ્થાનક બાંદીવડા ગામે છે. ત્યાં દર દસેરાને દિવસે એક ભૂવાના શરીરમાં વૈતાળ આવતો અને તે ભૂવો ઝેડ કાઢતો. રામનાથ અને તેના આશ્રિત વૈતાળ દેવ ઉપર પિતાજીને ભારે આસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust