________________ આપવીતી આ પૈસા તમારે માટે ભેગા થયા છે. અહીં ભેગા થયેલા લોકેએ તમારે માટે આ ઉઘરાણું કર્યું છે તેથી જો તમે તે નહિ સ્વીકારે તો તેમને ખોટું લાગશે.' હું તે પૈસા લઈને શ્રી. સુમંગલાચાર્ય પાસે ગયો. તેમની આગળ પૈસાનું પડીકું મૂકી મેં કહ્યું: “મને બ્રાહ્મણ જાણીને આપના લોકોએ આ દક્ષિણ આપી છે, પણ મેં કોઈ દિવસ ભિક્ષાવૃત્તિ કરી નથી. . તેથી આને સ્વીકાર કરવો કે નહિ એ મૂંઝવણમાં પડ્યો છું.” તેમણે જવાબ આપ્યો, “તું ગરીબ વિદ્યાર્થી છે તેથી આ પૈસા લેતાં અચકાવાનું કારણ નથી. તેને તે પુસ્તક લેવામાં ખપ લાગશે.' ઘેર જઈ મેં ખુરદો ગણી જે તે લગભગ અઢીથી ત્રણ રૂપિયા જેટલો થયો. તે વિદ્યોદય વિદ્યાલયમાં રહેવા ગયા પછી બીજે જ દિવસથી મેં સિંહલી ભાષા શીખવાની શરૂઆત કરી. અહીંના બધા પાલિ ગ્રંથો સિંહલી ભાષામાં લખેલા કે છાપેલા હોવાથી તે ભાષા મને આવડવી જરૂરી હતી. એક અઠવાડિયામાં તો બધા અક્ષરે મને વાંચતાં આવડી ગયા, અને ધીરે ધીરે એ ભાષામાં લખાયેલાં પાલિ પુસ્તક પણ હું વાંચવા લાગ્યો. માર્ચ આખરે કે એપ્રિલની શરૂઆતમાં શ્રી. સુમંગલાચાર્ય ગાલે શહેરમાં કંઈ કામસર જતા હતા. તેમણે મારી જોડે જવાની મરજી છે કે કેમ એમ મને પૂછયું. સિલેનની સૃષ્ટિશભા જોવાની મને ખૂબ ઇચ્છા હોવાથી મેં તત્કાળ આચાર્યની સાથે જવા હા કહી. કોલંબૅથી ગાલ્લે સુધી સમુદ્રને કિનારે કિનારે જ આગ- , ગાડીને રસ્તો છે. અમે આ મુસાફરી દિવસે જ કરી. આગગાડીમાં બેઠાં બેઠાં, ગાવાથી મુરગાંવ અને રામની ભૂશિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust