________________ વિધેય વિધાલય 155 . નાનું સરખું ભાષણ કર્યું. સ્થવિરે સભાને તેનો અર્થ સિંહલી ભાષામાં કહી સંભળાવ્યો. મારા કહેવાનો સારાંશ આ પ્રમાણે હતે. “જે ઝાડ નીચે બુદ્ધભગવાન બેઠા હતા તે ઝાડનો બુદ્ધધર્મનો ઠેષ કરનાર ત્યાંના રાજા તરફથી નાશ કરવામાં આવ્યો, પણ મહેન્દ્ર (અશોક રાજાના દીકરાએ) તે ઝાડની એક ડાળી આ બેટમાં આણી રેપી તે આજે બે હજાર વરસ થયા છતાં અહીં નિર્વિને ફાલી રહી છે! બુદ્ધધર્મરૂપી વૃક્ષની સ્થિતિ પણ આજે તેવી જ છે. મૂળ ઝાડ હિંદુસ્તાનમાં ફાલ્યું. પણ વિષમ બુદ્ધિના રાજા અને મુત્સદ્દોએ તેને નાશ કર્યો. પણ આ ધર્મવૃક્ષની જે શાખા મહેન્દ્ર સ્થવિરે અહીં આણી તે આજ બે હજારથી પણ વધુ વર્ષો થયાં ટકી રહેલ છે. બૌદ્ધધર્મ વિષે વધુ બેલવાની મારામાં લાયકાત નથી. અત્યારે તો હું એક જિજ્ઞાસુ છું. પણ શ્રી. સુમંગલાચાર્ય સરખાને ચરણે બેસીને જલદી જ હું બૌદ્ધધર્મનું જ્ઞાન સંપાદન કરીશ એવી મને સબળ આશા છે,” વગેરે. મારા આ ભાષણની સભા ઉપર શી અસર થઈ તે હું સમજી શકું એમ નહોતું. એ લોકે સિંહલી ભાષામાં શું બોલ્યા તે હું સમજી શક્યો નહિ. પણ મારું ભાષણ પૂરું થયા પછી થોડી વારે શ્રી. ધર્મપાલ કંઈક બોલ્યા અને અનવરત્ન પિતાની વિલાયતી ટોપી હાથમાં લઈ આગળ આવ્યા. જે તે અનવરત્નની ટોપીમાં પૈસા નાંખવા લાગ્યા ! આ બધું શું ચાલી રહ્યું છે એ ઘડીક તો હું કશું ન સમજે. છેવટે તેણે બધા પૈસા ભેગા કરી એક કાગળમાં બાંધી ધર્મપાલને હવાલે કર્યા, અને તેમણે તે મને આપવા મારી આગળ ધર્યા. હું મૂંઝવણમાં પડયો. એટલામાં દેવમિત્ર સ્થવિર આગળ આવી મને કહેવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust