________________ વિદ્યોદય વિદ્યાલય 13 ' હોય છે. પણ એ બધામાં પૂનમનું માહામ્ય સૌથી વિશેષ ગણાય છે. આનું કારણ એ જ હશે કે બુદ્ધભગવાન એ જ દિવસે બુદ્ધ થયા, એ જ દિવસે તેમણે કાશીમાં નવા ધર્મને પહેલવહેલો ઉપદેશ કર્યો અને કુશિનારામાં તેમનું મહાપરિનિર્વાણ (દેહાવસાન) પણ તે જ દિવસે થયું હતું. ગમે તે હે, પણ પૂનમને દિવસે વિહારમાં અનેક બૌદ્ધ ઉપાસકો ભેગા થઈ ધર્મચિંતનમાં વખત ગાળે છે. અને આ બાબતની ખબર નહોતી. મને ઉપર કહેલ દિવસે સવારે એક અરધું પરધું સંસ્કૃત બેલનાર વિદ્યાર્થી ભારફત એવી ખબર મળી કે સિયામના રાજાનો કોઈ ભાઈ ભિક્ષુ હોઈ નજીકના જ એક વિહારમાં રહે છે. તેમને મળવાનું બની શકે કે કેમ એમ પૂછતાં જવાબમાં ‘હા’ કહી તેણે મને સાંજે ત્યાં લઈ જવા વચન આપ્યું.' સિયામના રાજકુમાર રહેતા હતા તે વિહાર વિદ્યોદય : વિદ્યાલયથી બહુ દૂર નહોતો. લગભગ ત્રણ ચાર મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા. પહેલાં તો અમે તે વિહારના મુખ્ય સ્થવિર વાસ્કવે સુભૂતિને મળ્યા. પાલિ ભાષાના સમર્થ પંડિત તરીકે તેમની ખ્યાતિ હતી. પણ તેમને સંસ્કૃત બોલતાં નહોતું આવડતું. છતાં હું જે કાંઈ બોલ્યો તે તેમને સમજાયું હશે. છેવટે તેમણે મને સુધારીને છાપેલી “અભિધાનપ્રદીપિકા'ની એક નકલ આપી અને જ્યાં સિયામના રાજકુમાર રહેતા હતા તે પરિવેણુ તરફ અમને મોકલ્યા. રાજકુમાર ભિક્ષુને પાલિ કે સંસ્કૃત બેમાંથી એકે ભાષામાં બોલતાં નહોતું આવડતું તેમ સમજતા પણ નહિ. તેમને અંગ્રેજી તેમ જ ફેંચ એ બે ભાષાઓ - સરસ આવડતી. સિલોનમાં તેમનો બધો વ્યવહાર અંગ્રેજીમાં ચાલતો. મારી સાથે આવેલા વિદ્યાર્થીને થોડું અંગ્રેજી બોલતાં આવડતું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust