________________ આપવીતી તૈયાર નથી થયું. આજે જ સ્ટેશનમાસ્તર અને એક બે સાંધાવાળા આવ્યા છે. અહીં ગાડી ઊભી રહેવાને હજુ ચાર આઠ દિવસ લાગશે એમ કહે છે. તમને રાતની રાત રહેવા જેટલી જગ્યા મળી રહેશે. હું તમને ગામમાં લઈ જાત પણ ગામ આવું છે. અને મારા જેવાની સાથે આવતાં કદાચ તમારા મનને શંકા થાય.' સ્ટેશને પહોંચ્યા પછી મેં તે માણસને એક પિસે આપવા માંડ્યો. પણ તે ન લેતાં તેણે કહ્યું: “મહારાજ, તમારે આશીર્વાદ આપો તો બસ. હું ગરીબ છું પણ આપની પાસેથી દ્રવ્ય લેવાની મારી ઇચ્છા નથી.” આમ કહી બે હાથ જોડી તેણે મને નમ્રપણે નમસ્કાર કર્યા અને અંધારામાં રેલના પાટાની બાજુના તાર ઓળંગી જોતજોતામાં તેની પેલી મેરના અંધારામાં અદશ્ય થઈ ગયે. સ્ટેશન પરના સિપાઈએ મને સૂવા માટે જગ્યા આપી. બીજે દિવસે પરોઢિયે ઊઠીને મેં ઝાઝા સ્ટેશન તરફનો રસ્તો લીધે. રેલને પાટે પાટે જ હું ઝાઝા સુધી ગયે. ગિદ્દોરના ટપાલમાસ્તરનો એક રૂપિયે ભૂલથી મારી પાસે રહી ગયો હતો તેની મને ખાતરી થઈ. પણ તે વખતે કશું બની શકે એમ ન હતું. ઝાઝાથી કલકત્તા તરફ જનારી ગાડી સવારે આઠ નવ વાગ્યે જતી હતી. હું કલાક દોઢ કલાક વહેલો પહોંચ્યો હતો. હાથ મેટું જોઈ થોડું ખાવાનું લઈ ખાધું એટલામાં ગાડી આવી તેમાં બેઠો તે સાંજે સાત કે આઠ વાગ્યે હાવડા સ્ટેશને ઊતર્યો ને દૂગલી નદી ઉપરનો પુલ ઓળંગી કલકત્તા શહેરમાં પહોંચ્યો. પણ મહાબોધી સભાના ઠેકાણાને પત્તે કેમે કર્યો ન લાગે. એક જણે ટ્રામમાં બેસી અમુક અમુક જગ્યાએ જવું એમ કહ્યું. પણ હું તો જુદે જ ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust