________________ નેપાળથી સિલોન સુધી 131 આવેલ સ્ટેશન બે ત્રણ કલાક ચાલવા છતાં ન આવ્યું એ જોઈ મને બહુ નવાઈ લાગી. રસ્તામાં બંને બાજુએ માથાપૂર ઘાસ ઊગ્યું હતું. તેમાંથી ક્યાંક વાઘ બાઘ નીકળી આવશે તો? એમ પણ ઘડી વાર લાગ્યું ! પણ તેથીયે વધુ બીક તો મને આ ભૂખડીબારશ દેશમાં કોઈ લૂંટારુ સામે મળી મારું બધું લૂંટી જવાની લાગી ! ઘોર અંધારામાં હું ઝપાટાબંધ ચાલતો હતો. રસ્તે ઊંચોનીચે હોવાથી મને અનેક દેશો વાગી, છતાં પાછું પગલું ન ભરતાં મેં ચાલ્યાં કીધું. - અતિ આઘે આઘે આગગાડીના સિગ્નલના દીવા જેવું કંઈક દેખાયું. સિગ્નલના દીવાની માફક તે ઊંચા થાંભલા પર હતો. પણ તે લીલે કે લાલ નહોતો, સફેદ હતો. જે સ્ટેશન નહિ હોય તો પણ આ દીવાની આસપાસ કંઈ ને કંઈ વસ્તી તો હશે જ એ વિચારે મને હિમ્મત આવી. પણ એટલામાં તે બાજુના આડમારગેથી એક માણસ મારી સામે આવી ઊભો. ઘોર અંધારામાં તે છેક મારી લગોલગ આવી ઊભે ત્યાં સુધી મને ખબર ન પડી. તેથી તેને જોતાં જ ચેરના હાથમાં હું સપડાય એવી મને શંકા થઈ. તેણે કહ્યું, “મહારાજ, આટલી. મેડી રાતે આ રસ્તે ક્યાં જાઓ છે?’ મેં જવાબ આપ્યો, તમારે તેનું શું કામ?' મારા બોલવાની ઢબ તે સમજી ગયો અને બેલ્યો, “મહારાજ, હું તે ગરીબ માણસ છું. હું કોઈ ચોર નથી. આ તરફ આટલી મોડી રાતે માણસને પગરવ ભાઠે એટલે પૂછ્યું.' મેં મારા ભૂલા પડ્યાની વાત કહી સંભળાવી. વાતો કરતા કરતા અમે બન્ને પેલા દીવા આગળ આવી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી પેલાએ મને કહ્યું કે, “ઝાઝા અને ગિદ્ધાર ' વચ્ચે આ એક નવું સ્ટેશન ઊભું થાય છે. પણ તે હજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust