________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા બદલામાં જે શુલ્ક આપવાનું હોય તે આપજો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો વૈશ્રમણ રાજાએ આમ કહેતા હાર્ષિત-સંતુષ્ટ થતા બે હાથ જોડી યાવત્ સ્વીકારીને, સ્નાન કરી યાવત્ શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેરી, દત્તના ઘેર આવ્યા. ત્યારે તે દત્ત સાર્થવાહે તે પુરુષોને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને આસનેથી ઊભો થયો, ઊભો થઈને સાત-આઠ પગલા સામે ગયો. પછી આસને બેસવા નિમંત્રણા કરી, કરીને તે પુરુષો આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા. ત્યારે તેણે તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! મને આજ્ઞા આપો. આપના આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે રાજપુરુષોએ દત્ત સાર્થવાહને કહ્યું -દેવાનુપ્રિય ! અમે તમારી પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા કન્યાની પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગણી કરીએ છીએ. હે દેવાનુપ્રિય! જો તમે માનતા હો કે આ યોગ્ય છે, પાત્ર છે, સ્લાધ્ય છે, સદશ સંયોગ છે તો દેવદત્તાને પુષ્પનંદિ યુવરાજને આપો. કહો કે અમે તેનું શું શુલ્ક આપીએ ? ત્યારે દત્તે અત્યંતર સ્થાનીય પુરુષોને કહ્યું - દેવાનુપ્રિય ! વૈશ્રમણ રાજા મારી પુત્રી નિમિત્તે જે અનુગ્રહ કરે છે, તે જ મારુ શુલ્ક છે. પછી તે સ્થાનીય પુરુષોનો વિપુલ પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકાર વડે સત્કારી, સન્માનીને વિદાય આપી. ત્યારે તે પુરુષો વૈશ્રમણ રાજા પાસે આવ્યા, આવીને વૈશ્રમણ રાજાને આ અર્થનું નિવેદન કર્યું. ત્યારપછી દત્ત ગાથાપતિએ કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહર્તમાં વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિજનને આમંત્ર્યા. સ્નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી, ઉત્તમ સુખાસને બેસી, તે મિત્ર આદિ સાથે પરીવરીને તે વિપુલ અશનાદિને આસ્વાદિત આદિ કરતો રહ્યો. જમીને આચમન કર્યુ પછી તે મિત્ર આદિનો વિપુલ ગંધ-પુષ્પ યાવત્ અલંકાર વડે સત્કાર, સન્માન કર્યા. પછી દેવદત્તા કન્યાને સ્નાન કરાવી, વિભૂષિત શરીરી કરી, સહસ્ર પુરુષવાહિની શિબિકામાં બેસાડી, બેસાડીને ઘણા મિત્ર યાવત્ સાથે પરીવરી સર્વઋદ્ધિ યાવત્ નાદિત રવ સાથે રોહીડ નગરની મધ્યે થઈને વૈશ્રમણ રાજાને ઘરે વૈશ્રમણ રાજા પાસે આવી, બે હાથ જોડી યાવત્ વધાવે છે, વધાવીને વૈશ્રમણ રાજા પાસે દેવદત્તા કન્યાને અર્પણ કરી. ત્યારપછી તે વૈશ્રમણ રાજા દેવદત્તા કન્યાને પ્રાપ્ત થયેલી જોઈ. જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ વિપુલ અશનાદિને તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિજનને આમંત્રે છે યાવત્ સત્કારીને પુષ્પનંદી કુમારને તથા દેવદત્તા કન્યાને બાજોઠે બેસાડ્યા, બેસાડીને ચાંદી-સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું. કરાવીને શ્રેષ્ઠ વસ્ત્રાદિ પહેરાવ્યા. પછી અગ્નિનો હોમ કર્યો. પુષ્પનંદી અને દેવદત્તાનું પાણિગ્રહણ કરાવ્યું. પછી વૈશ્રમણ રાજા, પુષ્પનંદી કુમાર અને દેવદત્તા કન્યાને સર્વઋદ્ધિ યાવત્ રવ સાથે મોટા ઋદ્ધિ-સત્કારના સમયથી પાણિગ્રહણ કરાવીને દેવદત્તાના માતા-પિતા, મિત્ર યાવતુ પરીજનોને વિપુલ અશનાદિથી તથા વસ્ત્ર ગંધ, માળા, અલંકાર વડે સત્કારી, સન્માની યાવત્ વિદાય આપી. ત્યારપછી પુષ્પનંદી કુમાર દેવદત્તા સાથે ઉપરી પ્રાસાદમાં, મૃદંગના અવાજ સાથે, નાટ્યાદિ ભોગો પૂર્વક રહે છે. ત્યારે તે વૈશ્રમણ રાજા કોઈ દિવસે મૃત્યુ પામ્યો, તેની નીહરણ ક્રિયા કરી યાવત્ પુષ્પગંદી રાજા થયો. પછી પુષ્પગંદી રાજા શ્રીદેવી માતાની ભક્તિથી પ્રતિદિન શ્રીદેવી પાસે આવે છે, આવીને શ્રીદેવીને પાદવંદન કરે છે, પછી શતપાક-સહસંપાક તેલ વડે અત્યંગન કરે છે. અસ્થિ-માંસ-ત્વચા-ચર્મ અને રોમને સુખકારક સંબોધના વડે સંબોધન કરે છે, સુરભિ ગંધચૂર્ણથી ઉદ્વર્તન કરે છે. ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવે છે. તે આ - ઉષ્ણ, શીત અને ગંધ ઉદક વડે. પછી વિપુલ અશનાદિ ખવડાવે છે. શ્રીદેવી સ્નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કરી ભોજન કરે છે. પછી પોતાને સ્થાને આવીને બેસે છે. ત્યારપછી રાજા પોતે સ્નાન કરે છે, ભોજન કરે છે, ઉદાર માનુષી કામભોગ ભોગવતો વિચરે. ત્યારે તે દેવદત્તા રાણીને કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ ચિંતાથી જાગતી હતી ત્યારે આ આવો વિચાર મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 36