________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત યત્ન કરીશ કે જેથી તારા શરીરને કોઈથી પણ આબાધા, પ્રબાધા ન થાય, એમ કહી તેને ઇષ્ટ આદિ વાણી વડે આશ્વાસિત કરી, ત્યારપછી ત્યાંથી નીકળી, તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને સુપ્રતિષ્ઠ નગરની બહાર એક મહા કૂટાગાર શાલા કરાવો, જે અનેક સ્તંભ સન્નિવિષ્ટ હોય, પ્રાસાદિયાદિ કરાવો. પછી મારી આજ્ઞા પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ આજ્ઞા સ્વીકારીને સુપ્રતિષ્ઠ નગરની બહાર પશ્ચિમ દિશા ભાગમાં એક મોટી કૂટાગાર શાળા યાવત્ કરાવી, જે અનેક સ્તંભ સંનિવિષ્ટ, પ્રાસાદિયાદિ હતી. પછી સિંહસેન રાજા પાસે આવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે સિંહસેન રાજાએ કોઈ દિવસે 499 રાણી અને 499 માતાઓને આમંત્રી. પછી તે 499 રાણીઓ અને 499 માતાઓને સિંહસેન રાજાએ આમંત્રણ અપાતા, સર્વાલંકાર વિભૂષિત થઈ યથાવૈભવ સુપ્રતિષ્ઠ નગરે સિંહસેન રાજા પાસે આવી. ત્યારે તે સિઁહસેન રાજાએ 499 રાણીઓ અને 499 માતાઓને લૂટાગાર શાળામાં આવાસ આપ્યો. ત્યારપછી સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશનાદિ લાવો તથા ઘણા જ પુષ્પ-ગંધ-વસ્ત્ર-માળાઅલંકારોને કૂટાગાર શાળામાં લઈ જાઓ. ત્યારે તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે લઈ ગયા. ત્યારે તે 499 રાણીઓ અને 499 માતાઓને સર્વાલંકારથી વિભૂષિત કરી. કરીને તે વિપુલ અશનાદિ અને સુરા આદિ આસ્વાદન વગેરે કરતી, ગંધર્વ અને નાટક વડે ઉપગીત કરાતી વિચરવા લાગી. ત્યારે મધ્યરાત્રિ કાળ સમયે ઘણા પુરુષો સાથે સંપરીવરીને સિંહસેનરાજા કૂટાગાર શાળાએ આવ્યો. આવીને કૂટાગાર શાળાના દ્વારો બંધ કર્યા, કૂટાગાર શાળાને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. ત્યારે 99 રાણી, 499 ધાવમાતાઓ, સિંહસેન રાજા વડે બળાતા રોતી-કકડતી અત્રાણ, અશરણ થઈ મૃત્યુ પામી. ત્યારે સિંહસેન રાજા આવા અશુભ કર્માદિથી ઘણા પાપકર્મો ઉપાર્જ 3400 વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની કૃષ્ણશ્રી નામક પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી કૃષ્ણશ્રીએ નવ માસ પૂરા થતા યાવત્ પુત્રીને જન્મ આપ્યો, જે સુકુમાલ, સુરૂપી હતી. પછી તે કન્યાના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થતા વિપુલ અશનાદિ તૈયાર કરાવી યાવત્ મિત્ર જ્ઞાતિજન સન્મુખ નામકરણ કર્યું. અમારી આ કન્યાનું દેવદત્તા નામ થાઓ. પાંચ ધાત્રી વડે પરિગૃહીત થઈ યાવત્ ઉછરવા લાગી. કાળક્રમે તેણી બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન-રૂપ-લાવણ્ય વડે યાવત્ અતિ ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થઈ. ત્યારપછી તે દેવદત્તા કન્યા કોઈ દિવસે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ઘણી દાસી વડે યાવત્ પરીવરીને ઉપરી આકાશતલમાં સુવર્ણના દડા વડે ક્રીડા કરતી રહેલી. આ તરફ વૈશ્રમણ દત્ત રાજા સ્નાન યાવત્ વિભૂષા કરી અશ્વ ઉપર બેસી, ઘણા પુરુષો સાથે સંપરીવરીને અશ્વ વાહનિકાએ નીકળેલો હતો ત્યારે દત્ત ગાથાપતિના ઘરની કંઈક સમીપથી નીકળ્યો. ત્યારે તે વૈશ્રમણ રાજાએ યાવત્ જતા-જતા દેવદત્તા કન્યાને ઉપરી આકાશતળે સુવર્ણના દડા વડે રમતી જોઈ. દેવદત્તા કન્યાના યૌવન અને લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે ? તેનું નામ શું છે? ત્યારે કૌટુંબિક પુરુષોએ વૈશ્રમણ રાજાને બે હાથ જોડીને કહ્યું - હે સ્વામી! આ દત્ત સાર્થવાહની પુત્રી, કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામે રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી કન્યા છે. ત્યારે વૈશ્રમણ રાજા અશ્વ વાહનિકાથી પાછો ફરીને અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા કન્યાને પુષ્પગંદી યુવરાજની પત્નીરૂપે માંગો. તેના મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 35